કંગના રનૌતનું વિવાદિત નિવેદન
મુંબઈ,
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત સો.મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તમામ મુદ્દાઓ પર પોતાનો મત રાખે છે. તેને લઈને વિવાદ પણ થતો રહે છે. હાલમાં જ કંગના રનૌતે દેશનું નામ બદલવાની સલાહ આપી છે. કંગના રનૌતે ઇન્ડિયાનું નામ બદલીને ભારત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. કંગના રનૌતે કહ્યું, ઇન્ડિયા નામ બ્રિટિશ લોકોએ રાખ્યું હતું અને આ ગુલામીની ઓળખ છે.

કંગના રનૌતે તેને લઈને ઇન્સ્ટાગ્રામ પર બે સ્ટોરી પોસ્ટ કરી છે. જેમાં તેણે ભારત અને ઇન્ડિયાની વચ્ચેનો તફાવત બતાવ્યો છે. ભારતની વ્યાખ્યા આપતા કંગના રનૌતે લખ્યું, આ એક સંસ્કૃત શબ્દ છે. ભ થી ભાવ, ર થી રાગ અને ત થી તાલનો અર્થ થાય છે. ઉપરાંત કંગનાએ ઇન્ડિયા નામને લઈને પણ પોતાની વાત કહી છે. તેણે લખ્યું, ભારત ત્યારે જ આગળ વધી શકે જ્યારે તે પોતાની પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિમાં વિશ્વાસ કરી તેના રસ્તે આગળ વધે. કંગનાએ તમામને વેદ, ગીતા અને યોગ તરફ વળવાની અપીલ કરી છે. પોતાની એક્ટિંગથી વધારે હાલમાં કંગના રનૌત પોતાના નિવેદનને લઈને વધારે ચર્ચામાં રહે છે. હાલમાં જ કંગના રનૌતે પ્રોડક્શનમાં ડિજિટલ ડેબ્યૂ પણ કર્યું છે. કંગનાના પ્રોડક્શનની ટીકૂ વેડ્‌સ શેરૂ પાઈપલાઈનમાં છે. આ ફિલ્મને તેના પ્રોડક્શન હાઉસ ‘મણિકર્ણિકા’ ફિલ્મ્સે પ્રોડ્યૂસ કરી છે. ઉપરાંત તેની ઘણી ફિલ્મો પણ ટૂંકમાં જ રિલીઝ થવાની શક્યતા છે. કંગનાની ફિલ્મ ‘થલાઈવી’, ‘તેજસ’ અને ‘ધાકડ’ની તેના ફેન્સ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here