દુષ્કર્મ કરીને જેલમાં ગયેલા આરોપીએ જામીન પર છૂટ્યા બાદ ફરીવાર કિશોરી પર બળાત્કાર ગુજાર્યો

0

સુરત,તા.૪
કપોદ્રામાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે જીતુ જાેખમે ૧૬ વર્ષની છોકરી પર દુષ્કર્મ ગુજારવાને કારણે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. ત્યારે ૨૦૧૯માં તે જામીન પર છૂટ્યો હતો જે બાદ તેણે સાવરકુંડલાની ૧૪ વર્ષની છોકરી પર પણ રેપ કર્યો હતો. તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે બે વાર દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવી હતી. આ અંગે છોકરીનાં પરિવારને જાણ થતા માતાએ સાવરકુંડલા પોલીસમાં બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. જે બાદ પોલીસે આરોપી જીતુ જાેખમને સુરતથી ઝડપી પાડ્યો છે.

આ કેસમાં મળતી માહિતી પ્રમાણે, વર્ષ ૨૦૧૪માં આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ જાેખમ કાપોદ્રામાં રહેતો હતો. ત્યારે નજીકમાં રહેતી ૧૬ વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો હતો. જે બાદ કિશોરીને ગર્ભવતી બનાવી દીધી હતી. કિશોરીએ બાળકને જન્મ આપ્યો. ત્યારબાદ આરોપીએ તેના એક મિત્રને કિશોરીને સોંપી દીધી હતી. આ કેસમાં કિશોરીએ જીતુ અને તેના મિત્ર સામે કાપોદ્રા પોલીસમાં રેપનો ગુનો નોંધાવ્યો હતો. આ કેસમાં બંનેની ધરપકડ થઇ હતી. આની સજા ભોગવતા જીતુને ૨૦૧૯માં જામીન મળ્યા હતા. જામીન બાદ લોકડાઉન શરૂ થતા તે સાવરકુંડલા સંબંધીના ઘરે રહેવા ગયો હતો. જ્યાં તેણે ૧૪ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપી જીતુ સગીરાને જાણે સગાઇ કરતો હોય તેમ વિંટી પહેરાવતો હતો. તે સમયે તેના મિત્રએ ફોટો પાડ્યો હતો. આ ફોટો બતાવીને સગીરાને ધમકાવતો અને ડરાવતો હતો કે, તે આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે.

સગીરાને બ્લેકમેઇલ કરવાની ધમકી આપીને તેણે સગીરા પર બે વાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેમા સગીરા ગર્ભવતી બની ગઇ હતી. જેથી પરિવારમાં જાણ થતા માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ એસઓજીએ આરોપી જીતુને સુરતથી ઝડપી પાડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here