“તારક મેહતા…’’માં બબીતાજીનું કૅરૅક્ટર ભજવનાર ઍક્ટ્રેસ મુનમુન દત્તા સામે ઍટ્રોસિટીનો ગુનો દાખલ

0

મુંબઈ,

“તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા”માં બબીતાજીનું પાત્ર ભજવનાર ઍક્ટ્રેસ મુનમુન દત્તા સામે હવે આંબોલી પોલીસ સ્ટેશનમાં ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. થોડા દિવસ પહેસાં તેણે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલા વિડિયોમાં દલિત સમાજ માટે જાતિવાચક શબ્દનો અપમાનજનક ઉલ્લેખ કરતાં તેની સામે આ ગુનો નોંધવામાં આવ્યો છે. મુનમુન દત્તાએ એ વિડિયોમાં કહ્યું હતું કે મારે યુટ્યુબ પર આવવું છે એટલે થોડો મેક-અપ કરીશ, કારણ કે મારે સારા દેખાવું છે, “************” જેવા નથી દેખાવું. તેનો આ વિડિયો થોડી જ વારમાં વાઇરલ થઈ ગયો હતો. મુનમુન દત્તાને જેવી ખબર પડી કે કાચું કપાઈ ગયું છે એટલે તેણે તરત જ ટ્વિટર પર એ બદલ માફી માગી હતી.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here