સુરતના નાનપુરા ડચ ગાર્ડનની પાછળથી એક મહિલા તેમજ એક બાળકીની લાશ મળી આવી હતી.

બનાવની જાણ થતા ફાયર અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી.

મૃતક મહિલાનું નામ દિપાલી સાગર દૈવે અને 2 વર્ષની બાળકી ક્રિશા હોવાનું બાહર આવ્યું.

સુરત,

મધર્સ ડેના દિવસે દયાળજીબાગ પાસે તાપીમાંથી માતા-પુત્રીની લાશ મળી આવી હતી. આ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન આજે માતા પુત્રીની ઓળખ થઇ છે. તેમજ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઘર કંકાસમાં મહિલાએ પુત્રી સાથે આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી રહી છે.

નાનપુરા ડચ ગાર્ડનની પાછળથી એક મહિલા તેમજ એક બાળકીની લાશ મળી આવી હતી. આ અંગે સ્થાનિકોએ ફાયર અને પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા ફાયર અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી  હતી. પોલીસ તપાસમાં મહિલાએ લીલા કલરનું ટોપ, કાળા કલરની લેગીસ પેહરી હતી તેમજ બાળકીએ ગુલાબી કલરના કપડા પહેર્યા હતા.

આ મામલે પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી. જેમાં આજે મહિલાની ઓળખ થઇ છે. મૃતક મહિલાનું નામ દિપાલી સાગર દૈવે અને 2 વર્ષની બાળકી ક્રિશા હોવાનું બાહર આવ્યું છે. મહિલાના લગ્ન સાગર સાથે ત્રણ વર્ષ અગાઉ થયા હતા અને તે ડીંડોલી વિસ્તારમાં રહે છે. તેનો પતિ સાગર ઈલેક્ટ્રિક કોન્ટ્રેક્ટર તરીકે કામ કરે છે.  ગતરોજ મહિલા ઘરેથી બાળકીને લઈને નીકળતી હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.

વધુમાં મહિલાના પરિવારજનોએ જણાવ્યું હતું કે લગ્ન બાદ પારિવારિક ઝગડાઓ થતા હતા. સાસુ અને નણંદના કારણે ઝઘડાઓ થતા હતા. જેથી કંટાળી મહિલાએ આ પગલું ભરી લીધું છે. મૃતક મહિલાનું સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર દ્વારા અને બાળકીનું ફોરેન્સિક વિભાગ દ્વારા પોસ્મોર્ટમ કરવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here