ગોમતીપુરમાં સગીરા પર દુષ્કર્મ કરનાર તેનો જ પિતરાઈ ભાઈ નીકળ્યો

0

અમદાવાદ,
ગોમતીપુર વિસ્તારમાં ચારતોડા કબ્રસ્તાન પાસે આવેલી એક ચાલીમાં સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી. સગીરાને એક દિવસ અચાનક પેટમાં દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તેને તપાસ કરતાં ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. સગીરા નવ મહિનાનો ગર્ભ હતો અને ડિલિવરી કરતા ગર્ભમાં જ બાળકી મરી ગયેલી હાલતમાં જન્મ આપ્યો હતો. સારવાર દરમિયાન સગીરાનું પણ મોત થયું હતું. ગોમતીપુર મતીપુરમાં રહેતી ૧૭ વર્ષની સગીરા તેના પિતરાઇ ભાઇના ઘરે આવતી જતી હતી. એકલતાનો લાભ ઉઠાવીને પિતરાઇ ભાઇએ સગીર બહેન પર બળાત્કાર ગુજાર્યો હતો. થોડા મહિના બાદ સગીરાને પેટમાં દુખાવો ઊપડતા તે માતા સાથે સારવાર અર્થે ગઇ હતી. જ્યાં તબીબે ૮ માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. સગીરાએ માતાને પિતરાઇ ભાઇએ બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવ્યું હતું. સગીરનું બાળક મૃત હાલતમાં જન્મયું હતું. તેમજ થોડા દિવસો બાદ સગીરાનું પણ મોત નિપજ્યું હતું.

ગોમતીપુર પોલીસે સગીરા સાથે દુષ્કર્મ કરનારા પિતરાઇ ભાઇની ધરપકડ કરી વધુ કાયર્વાહી હાથ ધરી છે. સગીરાની માતાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં સાહિલ નામના યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઇ જે.કે રાઠોડે જણાવ્યું હતું કે, સગીરા સાથે દુષ્કર્મ બાદ તેને ગર્ભવતી બનાવી હતી. બંને વચ્ચે પ્રેમસંબંધ હતો અને એકબીજાને ઓળખતા હતા કે કેમ તે આરોપી સાહિલ અંગે તપાસ કરવાની બાકી છે. જ્યારે પોતે ગર્ભવતી હોવાની જાણ થતાં સગીરાએ પોતે સાહિલ નામના શખસે ગર્ભવતી બનાવી હોવાનું જણાવ્યું હતું. આ મામલે સગીરાની માતાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી સાહિલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર, અપહરણ અને પોક્સો સહિતની કલમો લગાવી ગુનો નોંધી આરોપીને પકડવાની તજવીજ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here