(હર્ષદ કામદાર)
દેશના ૧૧ જેટલા રાજ્યોમાં કોરોના માઝા મૂકી છે એક લાખથી પણ વધુ કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાતા આમ પ્રજામાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વિશ્વમાં કોરોના કેસોમાં ભારત પ્રથમ ક્રમે આવી ગયો છે. તો મહારાષ્ટ્ર રાજ્યમાં ૨૪ કલાકમાં ૧ લાખ જેટલા કે સામે આવી ગયા છે ત્યારે તે પણ સૌથી વધુ કોરોના કેસોમાં ૧૦મા ક્રમે આવી ગયેલ છે બીજી તરફ કેન્દ્ર સરકાર દેશભરમાં કોરોના સાંકળ તોડવા માટે લોકડાઉન કરવા તૈયાર નથી કારણકે લોકડાઉન એટલે અર્થતંત્રને મોટો ફટકો વર્ષ ૨૦૨૦માં દેશમાં પણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને તેના કારણે દેશના અર્થતંત્રને મોટો ફટકો પડયો હતો. પરંતુ સરકારના એક પછી એક પગલાને કારણે અર્થતંત્રની ગાડી આગળ વધવા લાગી છે જાે કે હજુ પાટા ઉપર દોડતી થઇ શકી નથી…..! અને આવા સમયમા જ કોરોનાની બીજી લહેર ઉપરાત નવો કોરોના સ્ટ્રેન-કે જેના કેસો પણ કેટલાક રાજ્યમાં સામે આવ્યા છે આ સ્ટ્રેન એકસાથે પાંચથી સાત વ્યક્તિને ચપેટમાં લઈ લે છે તો તેના ટચમાં આવનારાઓને પણ ચપેટમાં લેવાનુ છોડતો નથી. આ ઉપરાંત નવા સ્ટ્રેનના લક્ષણો અલગ પ્રકારના છે. જાે કે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને કોરોનાની સ્થિતિનુ આકલન કરી લોકડાઉન, કફ્ર્યુ સહિતના જરૂરી પગલાઓ લેવા છૂટ આપી દીધી છે. પરિણામે મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ સહિતના ૧૧ રાજ્યોએ જરૂરિયાત અનુસાર જે તે જિલ્લામાં લોકડાઉન જાહેર કર્યા છે તો શાળા કોલેજાે પણ બંધ કરાવી દીધી છે તે સાથે મોટાભાગના ૧૧ જેટલા રાજ્યો કે જયા કોરોનાનો કહેર છે તે દરેક રાજ્યોએ રાત્રિ કરફ્યુ જાહેર કરી દીધા છે તેમાં પણ ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા રાજ્યોએ બહારથી આવનારા માટે આરટી પીસીઆર ટેસ્ટ ૭૨ કલાકની અંદર કરાવેલો હોય તેને જ પ્રવેશ આપવાનો નહી તો ટેસ્ટ કરાવ્યા પછી જ પ્રવેશ આપવાનું ફરજિયાત કર્યું છે જાે કે મહારાષ્ટ્ર સરકારે આ બાબતે ૧૫ દિવસ સુધી નેગેટિવ રિપોર્ટ પ્રવેશ માટેની મંજૂરી આપી દીધી છે. ત્યારે દિલ્હીમાં પણ કોરોના કેસો વધવા લાગ્યા છે પરંતુ ત્યાંની કેજરીવાલ સરકારે લોકડાઉન નહી લાદવાનો ર્નિણય કર્યો છે. બીજી તરફ નવો સ્ક્રેપ વધુ ભયંકર છે જે બાળકો તથા યુવાનોને પણ ચપેટમાં લઇ લે છે. મહારાષ્ટ્રમા નવા કોરોના સ્ટ્રેનની ચપેટમાં ૧૦ વર્ષ સુધીની ઉંમર હોય તેવા ૧૫ હજાર બાળકો અને ૧૧ થી ૨૦ વર્ષની ઉંમર ધરાવનારા ૪૦ હજાર કિશોરો અને યુવાનો ચપેટમાં આવી ગયેલ… એટલે સલામતી માટે માસ્ક, ડિસટન્સ, હાથ ધોવા અતિ આવશ્યક છે તો રસી લેવી પણ અતિ જરૂરી છે….!
મંગળવાર સવાર સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ વિગતો અનુસાર ૯૬,૯૮૨ નવા કેસ સામે આવ્યા છે અને કુલ સંક્રમિત લોકોની સંખ્યા ૧,૨૬,૮૬,૦૪૯ પર પહોંચી છે જ્યારે કે ૧,૧૭,૩૨,૨૭૯ કોરોના સંક્રમિતો સાજા થઈ ગયા છે અને સક્રિય કેસો ૪૬,૩૯૩ વધીને ૭,૮૮,૨૨૩ પર પહોંચી ગયા છે, મૃત્યુ ૪૪૬ થતા આજ સુધીના કુલ મૃતાક ૧,૬૫,૫૪૭ થઈ ગયા છે. ત્યારે કેન્દ્ર સરકાર દેશભરમાં રસીકરણ અભિયાન ચલાવી રહી છે.. જેમાં ૮,૩૧,૧૦,૯૨૬ નુ રસીકરણ થઈ ચૂક્યુ છે અને હજુ પણ રસી આપવાનું ચાલે છે. છતાં આજની તારીખે અનેક લોકો રસી લેવાથી દૂર રહે છે કારણ રસી લીધા પછી કેટલાકનો કોરોના પોઝીટીવ આવેલ છે પરંતુ તે માટે કેટલીક બાબતો સંકળાયેલી છે જેમાં રસી લીધાના છ કલાક બાદ કે બીજા દિવસે તાવ આવે, શરીરને કળતર થાય, હાડકાનો દુખાવો થાય તો તેનાથી ડર્યા વગર વધુ પાણી પીવાનું રાખે તો જે તાવ સહિતની બાબતોનુ મારણ છે તેમ તબીબોનું કહેવું છે. તો હુએ આપેલ સલાહ અનુસાર રસી લીધા અગાઉ કે રસી લીધા બાદ અન્ય કોઈ રસી લેવી જાેઈએ નહીં, ટેટુ બનાવરાવવો જાેઈએ નહીં…. તેના માટે ડોક્ટરની સલાહ લેવી જાેઈએ. કોરોના રસી લીધા બાદ બે અઠવાડિયા સુધી બીજી કોઈ પણ રસી લેવાનું ટાળો, અન્ય રસીઓ સાથે કોરોના રસી કેવી પ્રતિક્રિયા આપે છે તેની માહિતી આવી નથી, રસી લીધા પછી બે દિવસ આરામ કરવો જાેઈએ, કસરત પણ નહીં કરવાની અને શરીરને હાઈડ્રેટ રાખવું જાેઈએ કારણકે તે શરીરની રોગપ્રતિકારક પ્રતિક્રિયા પર પ્રક્રિયા કરવામાં મદદ કરે છે. અને તાવ આવતો હશે તો સ્વસ્થ થઈ જશો. ત્યારે તો મુંબઈમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે તેના અનુસંધાને ડોક્ટર મેહુલ ભટ્ટે એક વિડીયો આમ પ્રજાને માટે જાગૃતિ અનુસંધાને ફરી રહ્યો છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે સવારે મારી પાસે ૨૦ દર્દીઓ આવ્યા હતા તેમની તપાસ બાદ ૧૫ દર્દીઓને તાવ અને કોરોના લક્ષણ જણાતા ટેસ્ટ કરાવવા સલાહ આપી પરંતુ માત્ર ૩ દર્દીએજ ટેસ્ટ કરાવેલ જેના રીપોર્ટ પોઝીટીવ આવેલ તો ૧૨ દર્દીએ કોરોના ટેસ્ટ નહીં કરાવી સુપર સ્પ્રેડર બન્યા છે. દેશમાં આવા તો અનેક હોય છે આવી બેદરકારી ચિંતાજનક છે. ટૂંકમાં એક વાત જરૂરી છે કે કોરોનાનો ડર છોડીને તેના નિયમોનું પાલન કરો…સાવચેતી જરૂરી છે. કામ હોય તો જ બહાર નિકળો…કારણ આ કાંઈ કરમીયા નથી કે પેટમાંથી નીકળી … કોરોના છે…માસ્ક, ડિસ્ટન્સ, હાથ ધોવાનુ જાળવશો તો રેશનકાર્ડમા નામ રહેશે…. નહીં તો… તો……?!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here