કોરોનાથી અનાથ થયેલા બાળકોને દર મહિને ૨૫૦૦ રૂપિયા આપશે દિલ્હી સરકાર

0

ન્યુ દિલ્હી,
દિલ્હીમાં કોરોના વાયરસ મહામારીને કારણે અનાથ થયેલા બાળકો માટે કેજરીવાલ સરકાર ખાસ યોજના શરૂ કરવા જઈ રહી છે. ગુરુવારે દિલ્હી સરકારમાં મંત્રી રાજેંદ્ર પાલ ગૌતમે આ સંબંધમાં મહત્વની જાણકારી આપી. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ ૧૯ના કારણે ૬૭ બાળકો અનાથ થયાં છે. કોરોનાના કારણે ૬૫૧ બાળકોના મા અને ૧૩૧૧ બાળકોના પિતાનું નિધન થયું છે. તેમણે કહ્યું કે આવા બાળકોને આર્થિક સહાયતા આપવા માટે સરકાર એક યોજના શરૂ કરશે. દિલ્હી છોડી ચૂકેલા લોકો પણ અરજી કરી શકે છે. રાજેન્દ્ર ગૌતમે આગળ કહ્યું કે માતા અથવા પિતામાંથી કોઈ એકને ગુમાવનાર બાળકને પચાસ હજારની આર્થિક સહાય આપવામાં આવશે. અનાથ થયેલા બાળકોને એક લાખ રૂપિયા અને દર મહિને ૨૫૦૦ રૂપિયાનું વળતર આપવામાં આવશે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે બુધવારે જ આ મામલે મહત્વની સુનાવણી કરી હતી.

કોર્ટે કહ્યું કે રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીને રાહતના ન્યૂનતમ માપદંડ પ્રદાન કરવા માટે વૈધાનિક રૂપે બાધ્ય કરવામાં આવી છે, જેમાં એવા લોકોના પરિવાર માટે અનુગ્રહ રાશિ સામેલ હોવી જાેઈએ જેમણે કોવિડને કારણે પોતાનો જીવ ગુમાવી દીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here