હિન્દૂ સંગઠન દ્વારા કુતુબ મીનાર (Qutub Minar)નું નામ બદલીને વિષ્ણુસ્તંભ કરવાની માંગ

ન્યુ દિલ્હી,

દિલ્હીમાં કેટલાક હિન્દૂ સંગઠનોના સભ્યોએ ઐતિહાસિક ઈમારત કુતુબ મીનાર (Qutub Minar) પાસે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. આ સાથે જ હિન્દૂ સંગઠન દ્વારા કુતુબ મીનારનું નામ બદલીને વિષ્ણુસ્તંભ કરવાની માંગ કરવામાં આવી છે.

જાણકારી અનુસાર, મંગળવાર સવારે જ કુતુબ મીનાર પાસે હિન્દૂ સંગઠનોનું પ્રદર્શન ચાલુ છે. હિન્દૂ સંગઠન મહાકાલ માનવ સેવાના સભ્યોએ કુતુબ મીનાર પાસે હનુમાન ચાલીસાનો પાઠ કરીને વિરોધ નોંધાવ્યો હતો. હિન્દૂ સંગઠનોનો દાવો છે કે કુતુબ મીનાર વાસ્તવમાં વિષ્ણુ સ્તંભ છે. આ મીનારનુ નિર્માણ જૈન અને હિન્દૂ મંદિરોને ધ્વસ્ત કરીને કરવામાં આવ્યુ હતુ. જો કે, તેની જાણકારી મળતા જ ઘટનાસ્થળે પહોચેલી પોલીસે કેટલાક લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કુતુબ મીનાર પરિસરની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

કુતુબ મીનાર પાસે હનુમાન ચાલીસા ન પઢવા દેવાને લઇને દિલ્હી પોલીસે યૂનાઇટેડ હિન્દૂ ફ્રંટના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ અને રાષ્ટ્રવાદી શિવસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જયભગવાન ગોયલને હાઉસ એરેસ્ટ કરી લીધા છે.

આ પ્રદર્શનકારીઓની માંગ છે કે ભારત એક સનાતન ભૂમિ છે માટે કુતુબ મીનાર સાથે તમામ મુગલકાલીન બિલ્ડિંગ અને રસ્તાનુ નામ પણ બદલાવવુ જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here