ઓક્ટોબરમાં યુપીઆઈ ટ્રાન્ઝેકશન્સ ૧૦૦ અબજ ડોલરને વટાવી ગયું

0

નવી દિલ્હી,

યુપીઆઇને ૨૦૧૬માં લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગના ચાર વર્ષ પછી ઓક્ટોબર ૨૦૨૦માં તેના આર્થિક વ્યવહારનું માસિક મૂલ્ય ૩.૮૬ લાખ કરોડ હતું અને તેના વર્ષ પછી તે રીતસરનું બમણું થઈ ગયું હતું.

એનપીસીઆઇના એમડી અને સીઇઓ દિલીપ અસ્બેએ જણાવ્યું હતું કે યુપીઆઇ ૨૦૨૧ના અંતે કુલ વોલ્યુમના ૬૦ ટકા વોલ્યુમ નોંધાવી શકે. તેમણે ઉમેર્યું હતું કે જાે યુપીઆઇ હાલની ઝડપ જાળવી રાખે તો પાંચ વર્ષના સમયગાળાની અંદર એક જ દિવસમાં એક લાખ કરોડના મૂલ્યને વટાવી જઈ શકે છે, પણ જાે તેની પાછળના પ્રયત્નો બમણા કરાય તો આ સિદ્ધિ ત્રણ વર્ષમાં મેળવી શકાય છે.

ધ નેશનલ પેમેન્ટ્‌સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)એ ઓક્ટોબરમાં વધુ એક સિદ્ધિ નોંધાવી છે. તેના ટ્રાન્ઝેક્શન્સ એટલે કે આર્થિક વ્યવહારના મૂલ્યએ ૧૦૦ અબજ ડોલર એટલે કે ૭૫,૦૦૦ કરોડની સપાટી વટાવી દીધી છે. રુપિયાના સંદર્ભમાં જાેઈએ તો ઓક્ટોબરમાં એનપીસીઆઇના યુપીઆઇ દ્વારા થયેલા આર્થિક વ્યવહારોનું મૂલ્ય ૧૦૦ અબજ ડોલરથી વધારે ૭.૭૧ લાખ કરોડ હતું અને ઓક્ટોબરમાં કુલ ૪૨૧ કરોડ આર્થિક વ્યવહાર થયા હતા. આમ મૂલ્ય અને વોલ્યુમ બંને અત્યાર સુધીની ટોચની સપાટીએ પહોંચ્યા હતા. ઓક્ટોબર મહિનો તહેવારોનો હોવાથી લોકોએ મુક્ત મને ખરીદી કરી હતી અને તેમા પણ ઇ-કોમર્સ વેચાણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત રસીકરણના ઊંચા દર અને કરફ્યુના નિયમોમાં વધારે રાહત આપવામાં આવતા લોકોએ ઓક્ટોબરમાં બીજા કરતાં વધારે પ્રમાણમાં ખરીદી કરી હતી. માર્ચથી સપ્ટેમ્બર ૨૦૨૧ દરમિયાન યુપીઆઇમાં સરેરાશ માસિક વૃદ્ધિ દર ૫.૮ ટકા હતો. જાે કે ઓક્ટોબરમાં આર્થિક વ્યવહારોની માસિક ધોરણે વૃદ્ધિ ૧૮ ટકા રહી હતી. આ દરે જાેઈએ તો યુપીઆઇનું ટ્રાન્ઝેક્શન વેલ્યુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના અંતે દસ લાખ કરોડની સપાટીને વટાવી જઈ શકે છે.

૨૦૨૧ના પ્રારંભથી થયેલા સોદાની તુલનાને ઓક્ટોબરમાં થયેલા સોદા સાથે કરીએ તો તેમા મૂલ્યની રીતે ૭૯ ટકા અને વોલ્યુમની રીતે ૮૩ ટકા વધારો જાેવા મળે છે. જાન્યુઆરીમાં થયેલા આર્થિક વ્યવહારોનું મૂલ્ય ૪.૩૧ લાખ કરોડ હતું અને વોલ્યુમ ૨૩૦ કરોડ આર્થિક વ્યવહારોનું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here