ઉલ્લુ એપ પર પોર્ન ફિલ્મોનો ઢગલો, મારા વકીલ વિભુ અગ્રવાલ વિરુદ્ધ કેસ કરશે : સાગરિકા

0

મુંબઈ,
મોડલ સાગરિકા શોના સુમને ઉલ્લુ એપ માલિક વિભુ અગ્રવાલ સામે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણીએ વિભુ અગ્રવાલ સાથેની તેની પ્રથમ મુલાકાતને ખરાબ અનુભવ ગણાવી હતી. તેણે કહ્યું, ઉલ્લુ એપનાં નિર્માતાઓએ તેની પાસે ન્યૂડ ક્લિપ્સ માંગી હતી. શોનાએ આરોપ લગાવ્યો કે ઉલ્લુ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ હાર્ડકોર પોર્ન દર્શાવતી એપ ચલાવી રહી છે. તેણે કહ્યું, તેના વકીલો અત્યારે વ્યસ્ત છે, સમય મળતા જ તેઓ વિભુ વિરુદ્ધ કેસ દાખલ કરશે. અગાઉ સાગરિકાએ બિઝનેસમેન રાજ કુન્દ્રા પર પોર્નોગ્રાફી કન્ટેન્ટના કેસમાં ન્યુડ ઓડિશનની માંગણી કરવાનો આરોપ લગાવ્યો હતો.

સાગરિકાએ કહ્યું, જાન્યુઆરી ૨૦૨૦માં, હર્ષ નામના નિર્માતાએ પનવેલના એક સ્ટુડિયોમાં તેનો સંપર્ક કર્યો અને સાથે કામ કરવાની ઓફર કરી. તેને કહેવામાં આવ્યું કે કેટલાક બોલ્ડ દ્રશ્યો હશે અને તેણે માત્ર ક્લીવેજ બતાવવું પડશે. સાગરિકાના કહેવા મુજબ, તે સમય સુધી તેને ફિલ્મની સંપૂર્ણ સ્ટોરી કહેવામાં આવી ન હતી. સેટ પર પહોંચતાની સાથે જ ત્યાં બે છોકરીઓ સમલૈંગીક સીન શૂટ કરી રહી હતી. જે નશામાં હતી. આ જાેઈને તે ડરી ગઈ અને ત્યાંથી ભાગી ગઈ. ત્યાર પછી તેણે હર્ષનો સંપર્ક કર્યો અને કહ્યુ કે તે આવી ફીલ્મોમાં કામ નહી કરે. તમે પોર્ન ફીલ્મો શૂટ કરી રહ્યા છો. સાગરિકા કહે છે કે તે સમયે કાર્યવાહી કરવામાં આવી ન હતી કારણ કે તેને કામની જરૂર હતી. તે ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવા માંગતી હતી.

અભિનેત્રીએ આરોપ લગાવ્યો, ઉલ્લુ એપ પોર્ન કન્ટેન્ટ બનાવીને કમાણી કરી રહી છે. તેણે એમ પણ કહ્યું, મને મારા સ્રોત પાસેથી જાણવા મળ્યું છે કે વિભુ અગ્રવાલે છોકરીઓની જાતીય સતામણી કરી છે. સાગરિકાએ કહ્યું, તેના વકીલ વિભુ અગ્રવાલ સામે કેસ દાખલ કરશે. તેમણે કહ્યું, વિભુને પણ રાજ કુન્દ્રાની જેમ જેલમાં રહેવું જાેઈએ. તેમની પોર્ન સાઇટ ઉલ્લુ એપ બંધ થવી જાેઈએ. આવી ગંદકી દેશમાંથી સાફ થવી જાેઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here