આખરે કેજરીવાલની હાજરીમાં જાણીતા પત્રકાર ઇશુદાન ગઢવી આપમાં જોડાયા

0

અબરાર અલ્વી

અમદાવાદ,તા.૧૪
તાજેતરમાં જ પત્રકારત્વને અલવિદા કહીને નવા લક્ષ્યાંક તરફ આગળ વધનારા ઇસુદાન ગઢવીએ આખરે આમ આદમી પાર્ટીમાં જોડાયા. ઇશુદાન ગઢવી આપમાં જોડાવાના છે આ અંગેના સમચાર આગાઉ જ સફીર ન્યૂઝ દ્વ્રારા 3 જૂન દ્વ્રારા પ્રકાશીત કરવામાં આવ્યાં હતા. આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તો તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મોટી સફળતા મેળવ્યા બાદ હવે વિધાનસભા ચૂંટણીમાં પણ ઝંપલાવી શકે છે. ત્યારે આજે આખરે કેજરીવાલની હાજરીમાં જાણીતા ગુજરાતી મીડિયાના પત્રકાર ઇશુદાન ગઢવી કેજરીવાલની હાજરીમાં આપમાં જોડાયા હતા.


પ્રેસ કોન્ફ્રન્સમાં ઈશુદાને જણાવ્યું કે, “જનતાએ મને બહુ પ્રેમ આપ્યો છે. ૧૫-૧૬ વર્ષથી પત્રકાર તરીકે વિચાર્યુ ન હતું કે હું આ સ્ટેજ પર હોઈશ. એક પત્રકાર તરીકે લોકોને લાભ અપાવી શકીએ એવો મેં પ્રયાસ કર્યો છે. એક સમય એવો પણ આવ્યો જ્યારે વાલીઓ, વેપારી, ખેડૂતોના મુદ્દાઓ પર ચર્ચા કરી. વ્યક્તિ જેવો હોય એવો જ રહેવો જાેઈએ. મને લાગ્યું હવે બમણી મહેનત કરવી પડશે જેથી મેં રાજકારણમાં આવવાનું નક્કી કર્યું છે. હવે પ્રજાનું શુ થશે એવી પીડા થતી હતી. સાથે જ સિસ્ટમની ગંદકી દૂર કરવા મારે રાજનીતિમાં ઉતરવું પડ્યું છે. હવે ગુજરાતમાં ઇતિહાસ બદલવા જઈ રહ્યો છે. બનતી કોશિશ કરીશ કે રાજનીતિની ગંદકી દૂર કરીશું. કોંગ્રેસ પણ આમા નબળી પડી છે જેથી જનતાને વિકલ્પ જાેઈએ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here