અમદાવાદ,

29 ડિસેમ્બર આ વરસના અંતમાં ખુબ જ મજાનો કાર્યક્રમ અમદાવાદ ટાગોર હોલ ખાતે યોજાયો

શહેરના ટાગોર હોલ ખાતે “ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ” ધ્વારા ભવ્ય અવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો જેમા ગુજરતી ફિલ્મ જગતના જાણીતા કલાકારોનું સન્માન કરવામા આવ્યુ હતું. આ કાર્યક્રમના સંચાલક અને આઇ.એચ.આર.સિ.ના નેશનલ ચેરમેન શ્રી સની શાહ. અને પ્રેસિડેન્ટ અફરોઝ નશિતજીનું સન્માન
હિમ્મતનગર તથા અમદાવાદ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલના સભ્યો શ્રી જીગ્નેશ પંડયા, નિરંજન શર્મા તથા પરેશ પટેલે કાર્યક્રમને સફળ બનાવવા ખુબ જ મહેનત કરી હતી.

આ કાર્યક્રમમા આકર્ષણનું કેન્દ્ર હતુ નિરંજન શર્માની આવનારી ગુજરાતી ફિલ્મ “મને લાઈ જા” જેનુ ટ્રેલર લોંચ કરવામા આવ્યુ હતું. સાથે જાણિતા લેખક જય વસાવડા રાજકિય નેતાઓ તેમજ સંસ્કૃતિ સેલના હોદ્દેદારો જનક ઠક્કર શૃદ્ધા ઝા દિપક અંતાણી સંજય પટેલ હજાર રહયા હતા. આ અવોર્ડ કાર્યક્રમમા 50થી વધુ કલાકારોનું સન્માન કરવામા આવ્યુ હતું. સની શાહે કાર્યક્રમમા જણાવ્યુ કે ફિલ્મ સેન્સર બોર્ડને ગુજરાતમા લાવવા પહેલ કરી ચુક્યા છે.

આ કાર્યક્રમનો ઉદ્દેશ ઍ હતો કે માનવ અધિકારો વિશે જનતામાં જાગૃતિ આવે અને વિશિષ્ઠ પ્રતિભા ધરાવતા વ્યક્તિઓ દ્રારા સમાજમા માનવ અધિકારની વાત પહોચે. આ કાર્યક્રમની પૂર્ણાહુતિ હિમાન્સુ ઠક્કરે કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here