અમદાવાદના રખિયાલમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરનારો ઝડપાયો

0

બે દિવસ પહેલા આરોપીએ સગીરાનું અપહરણ કર્યું હતું

અમદાવાદ,
અમદાવાદમાં છેડતીના બનાવો વધતા મહિલાઓની સુરક્ષાઓ જાેખમાઈ રહી છે, રખિયાલ વિસ્તારમાં રહેતી સોળ વર્ષની સગીરાને તારીખ ૨૨ જૂનના રોજ અજાણ્યા વ્યક્તિએ અપહરણ કર્યું હતું. આ ઘટના અંગે રખિયાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

રખિયાલ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર જે.વી.રાઠોડે ગુનાની ગંભીરતા ધ્યાને લઇને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી અને દસકોઈ તાલુકાના કુહા ગામમાં ઇન્દિરા નગરના છાપરામાં રહેતા દિલીપ ઉર્ફ બોબો બાજાજી ઠાકોર (ઉમર વર્ષ ૨૫) ની ધરપકડ કરી હતી, તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી હતી અને લાશ ઓઢવ રીંગરોડ પર ખેતરમાં ફેંકી દીધી હતી. પોલીસે લાશનો કબજાે મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here