આઇઆઇટી કાનપુરના રીસર્ચમાં એ વાત સામે આવી છે કે આખા દેશમાં કોરોનાની પીક એપ્રિલના અંત સુધી કે મે મહિનાની શરૂઆત સુધી રહી શકે છે. તેના પીક પર પહોચ્યા પછી કોરોનાના નવા સંક્રમિતોમાં ઘટાડો થશે. કોરોના વાયરસ આવતા સાત દિવસ સુધી વધારે ખતરનાક રહેવાનો છે. અને તેના માટે સતર્કતા વધારે જરૂરી બની છે. દિલ્હીમાં ૨૦થી ૨પ એપ્રિલ સુધી કોરોનાનું સંક્રમણ ચરમ પર હશે. તો ઝારખંડ, રાજસ્થાનમાં ૨પથી ૩૦ એપ્રિલ સુધી. તો ઓરીસ્સામાં ૨૬થી ૩૦ એપ્રિલ સુધી. જ્યારે પંજાબમાં નિયંત્રણ કરવાના ઉપાયોને લીધે કોરોનાનો ગ્રાફ ઝડપથી નિચે આવ્યો છે. તમિલનાડુમાં ૧૧થી ૨૦ મે સુધી અને આંધ્રપ્રદેશમાં ૧ મેથી ૧૦ મે સુધી કોરોના સંક્રમણમાં તેજી આવશે.
પશ્ચિમ બંગાળમાં સંક્રમણ હાલમાં પ્રાથમિક તબક્કામાં છે. અને ત્યાં ૧ મેથી પાંચ મે સુધીમાં પીક પકડશે. હવે એવું સમજી લો કે પીક તો આવતા ૧૦થી ૧પ દિવસ સુધીમાં આવશે. પણ તમને સવાલ એ હશે કે તે ઘટવાનું ક્યારે શરૂ થશે? તો તમને જણાવી દઇએ કે હીસ્ટોરીકલ આંકડાઓ પ્રમાણે યુકે, યુએસએ, બ્રાઝિલ આ બધા દેશોમાં એવું થયુ હતુ કે જયારે બીજી લહેર આવી હતી તે પીક પછી ઘણી નિચે ગઇ હતી. અને તેને નિચે જતાં લગભગ સવા મહિનો લાગ્યો હતો. હવે જાે ભારતમાં આ પીક મેના પહેલા અઠવાડિયામાં આવે તો તેને નિચે જતાં લગભગ જૂન મહિનો આવી જશે.
વૈજ્ઞાનિકો કહે છે કે ભારતના અલગ અલગ રાજ્યોમાં કોરોનાનું વર્તન અલગ અલગ છે. એટલે એવું કહેવું શક્ય નથી કે ક્યારે આ કોરોનાની પીક આવશે. પણ સ્પષ્ટ જાેઇ શકાય છે કે કેટલાક રાજ્યોમાં સંક્રમણ ખુબ વધી ગયુ છે. અને કેટલાકમાં હવે શરૂ થઇ રહ્યુ છે. તો અંદાજ એવો છે કે આ બે અઠવાડિયામાં કોરોનાની પીક હશે. અને તે તેના પર નક્કી છે કે આ વાયરસ સામે આપણે કેવી રીતે લડીએ છીએ. જાણકારોનું કહેવુ છે કે જાે આપણે કોરોનાને સામાન્ય રીતે ન લીધો હતો. તો કોરોનાની આ બીજી લહેર તબાહી મચાવ્યા વિના પહેલી લહેરની જેમ પસાઇ થઇ ગઇ હોત. પણ આ સરકાર અને લોકોની બેદરકારીનું જ પરિણામ છે કે કોરોનામુક્ત થયા વિના જ આપણે લગ્ન સમારોહ અને ભીડ ભેગી કરવાનું શરૂ કરી દીધું. નેતાઓએ રેલીઓ કરી. કુંભ મેળા અને ખેડૂત આંદોલનમાં તો ભારે ભીઙ. અને તેનું પરિણામ તમારી સામે જ છે.
આ વખતે હાલત એટલા માટે પણ ખરાબ થઇ કારણ કે વાયરસે વારંવાર તેના રૂપને બદલ્યા. પહેલાં જ્યાં ચારે તરફ ડબલ મ્યુટેંટની બૂમ પડી રહી હતી. અને તેને વૈજ્ઞાનિકો સારી રીતે સમજી પણ શક્યા ન હતા. ત્યાં તો ટ્રીપલ મ્યુટેંટ આવી ગયો. એટલે કે પહેલાં ડબલ મ્યુટેંટવાળો કોરોના વાયરસ અને હવે ટ્રિપલ મ્યુટેટ વાળો કોરોના વાયરસ. પણ સવાલ એ છે કે., આખરે આ ટ્રિપલ મ્યુટેંટ છે શું.? દેશમાં સૌથી વધારે કોરોના પ્રભાવિત રાજ્યોમાં ત્રણ અલગ અલગ વેરીઅંટ મળ્યા છે. તેના સેમ્પલમાં કોરોના સ્પાઇકમાં બે મોટા મ્યુટેશન અને એક સ્પાઇકની બહાર જાેવાયુ છે. વૈજ્ઞાનિકો પ્રમાણે આ બદલાવ પણ મહત્વનો છે. વૈજ્ઞાનિકો પ્રમાણે જાેઇએ તો કોરોનાની જૂની પિક સપ્ટેમ્બર ૨૦૨૦માં માત્ર ૯૮ હજાર કોરોના સંક્રમિતોની હતી. અને હમણાંની વાત કરીએ તો આપણે સવા ત્રણ લાખની ઉપર પહોચી ગયા છીએ. જે લગભગ જૂના કરતાં ત્રણ ગણી વધારે છે. અને તેનું સૌથી મોટું કારણ મ્યુટેંટ છે. જે વારંવાર બદલતો જઇ રહ્યો છે. તેના લીધે તે ફેલાઇ વધારે રહ્યો છે અને નાની ઉંમરના બાળકોને પણ ઝપેટમાં લઇ રહ્યો છે. બીજુ કારણ એ પણ છે કે લોકો પણ વધારે પડતાં ઓવર કોન્ફીડન્ટ બની ગયા હતા.
આસાન ભાષામાં આ ડબલ અને ત્રીપલ મ્યુટેંટની સમજીએ તો જેમ કે સમય વિશે નિશ્ચિત છે કે તે બદલાશે જરૂર. તેની જેમ વાયરસ માટે પણ નક્કી છે કે બદલાશે જરૂર. ભારતમાં આ ડબલ વેરીઅંટ જેને B-૧,૬૧૭ નામ અપાયુ છે. તેમાં સાર્સ કોવિડના બે મ્યુટેંટ છે એટલે કે કોરોનાના આ નવા રૂપ છે. E-૪૮૪Q અને L-૪૫૨R., E-૪૮૪Q મ્યુટેંટ બ્રિટનમાં સામે આવેલા કોરોના વાયરસ મ્યુટેંટ સાથે મળતું આવે છે. અને L-૪૫૨R વેરીઅંટ કેલીફોર્નિયામાં ઝડપથી ફેલાયું હતું. આ બદલાવ બીજા દેશોમાં પણ મળી આવ્યા હતા.પણ પહેલીવાર ભારતમાં એવું થયુ કે એક જ વેરીઅંટમાં બે નવા રૂપ આવી ગયા. અને તેના લીધે તેને ડબલ મ્યુટેશનવાળો કોરોના વાયરસ કહેવાયો. જે જબરજસ્ત ખતરનાક છે અને ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here