Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : મ્યુ.કાઉન્સિલર શેખ સમીરા માર્ટીનની ભલામણથી રિસરફેસ ડામરનું કામ પૂર્ણ

દરિયાપુર વોર્ડના જાગૃત મ્યુ.કાઉન્સિલર શેખ સમીરા માર્ટીનની ભલામણથી રિસરફેસ ડામરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું 

અમદાવાદ,તા.૨૧

શહેરના દરિયાપુર વોર્ડમાં આવેલ રીલીફ રોડ પર આવેલ અરબ મસ્જિદની પાછળ, અરબ ગલીમાં સ્થાનિકોની ફરીયાદને લઇ જાગૃત અને હમેશા લોકોના પ્રશ્નોને હલ કરતા એવા દરિયાપુર વોર્ડના મ્યુ.કાઉન્સિલર શેખ સમીરા માર્ટીનની ભલામણ મુજબ રિસરફેસ ડામર કરવામાં આવ્યું હતું.

છેલ્લા ઘણા સમયથી સ્થાનિકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હતો જેનો નિરાકરણ થતા સ્થાનિકોના ચેહરા પર ખુશીનો માહોલ દેખાયો હતો.

આ ચાલુ કામ દરમ્યાન સામાજિક કાર્યકરોમાં આસીફ શેખ (તંત્રી), રિયાજ અરબ, શોએબ ભાઈ શેખ, અબ્દુલ કાદર ભાઈ, આસિફ ભાઈ બાવર્ચી, મોહમ્મદ ભાઈ બાવર્ચી, રઈશ અરબ વગેરે સામાજિક કાર્યકરો અને સ્થાનિકો પણ હાજર રહી કામ પૂર્ણ કરાવવામાં મદદરૂપ થયા હતા.