Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ઇલેક્ટ્રિક શોકને કારણે ૨૦ વર્ષ પહેલા બે હાથ ગુમાવનાર વ્યક્તિએ પગ વડે મતદાન કર્યું

ગુજરાતના નડિયાદમાં એક વ્યક્તિએ પગ વડે મતદાન કર્યું હતું.

નડિયાદ,તા. ૭
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મતદાન દરમિયાન એક અનોખી પણ લોકશાહી માટે ઉમદા ઉદાહરણ રૂપ ઘટના બની હતી જેને બિરદાવવા જેવી છે. ગુજરાતના નડિયાદમાં એક વ્યક્તિએ પગ વડે મતદાન કર્યું હતું. મતદારનું નામ અંકિત સોની છે.

અંકિતે નડિયાદના એક મતદાન મથક પર પગ વડે પોતાનો મત આપ્યો હતો. તેણે કહ્યું કે, “૨૦ વર્ષ પહેલા ઇલેક્ટ્રિક શોકને કારણે મેં મારા બંને હાથ ગુમાવ્યા હતા. મારા શિક્ષકો અને માર્ગદર્શકના આશીર્વાદથી મેં મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને હું લોકોને અપીલ કરું છું કે, બહાર આવો અને મતદાન કરો.”

 

(જી.એન.એસ)