ગોંડલના ચોરડી ગામ પાસે દૂધ ભરેલું ટેન્કર પલટ્યું, રસ્તા પર દૂધની નદીઓ વહી
ગોંડલ,
ગુજરાત રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. ત્યારે રાજકોટના ગોંડલમાં ફરી એક વાર અકસ્માતની ઘટના બની છે. ગોંડલના ચોરડી પાસે અચાનક દૂધ ભરેલું ટેન્કર પલટી જતા રસ્તા પર દૂધની નદીઓ વહી ગઈ હતી.
દૂધ ભરવા લોકો વાસણ લઈને દોડા -દોડ કરતા જાેવા મળ્યા હતા. જેનો વિડીઓ વાયરલ થયો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે, દૂધ ભરવા માટે લોકોએ પડાપડી કરી હતી. પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિની વિગતો પ્રાપ્ત થઈ નથી.
(જી.એન.એસ)