Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

જામનગર દક્ષિણ વિસ્તારમાં પૂનમબેન માડમે ઠેર ઠેર લહેરાવ્યો કેસરિયો

(રિજવાન આંબલિયા)

આ બાઈક રેલીમાં જામનગર લોકસભાના પ્રબળ દાવેદાર પૂનમબેન માડમનું સ્થાનિક રહેવાસીયો દ્વારા ઠેર ઠેર ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું

જામનગર,તા.૩ 
જામનગર લોકસભા બેઠક પરથી BJPના દિગ્ગજ નેતા અને ત્રીજી વારના ઉમેદવાર સાંસદ પૂનમબેન માડમ દ્વારા તાજેતરમાં જ એક વાઇબ્રન્ટ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 3જી મે શુક્રવારના રોજ આયોજિત આ રેલી, એમ્યુઝમેન્ટ પાર્કથી શરૂ થઈ અનેક વિસ્તારમાંથી પસાર થઈ શહેરના ભાજપ કાર્યાલય પર સમાપ્ત થઈ હતી.

લોકસભા ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે અને તમામ પાર્ટીઓના ચૂંટણી પ્રચારે દેશભરમાં વેગ પકડ્યો છે. ત્યારે આ બાઈક રેલીમાં જામનગર લોકસભાના પ્રબળ દાવેદાર પૂનમબેન માડમનું સ્થાનિક રહેવાસીયો દ્વારા ઠેર ઠેર ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમગ્ર વાતાવરણમાં ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા. ઉત્સાહી સમર્થકોના કાફલા સાથે પૂનમબેન મેડમ જામનગર દક્ષિણના અનેક વિસ્તારમાંથી પસાર થયા હતા જે દરમિયાન સ્થાનિક લોકો દ્વારા પુષ્પગુચ્છ અને ફૂલહારથી અભિવાદન કરીને પૂનમબેન માડમને વિજય તિલક કરી આશીર્વાદ આપવામાં આવ્યા હતા.

આશરે 500થી વધુ આગેવાનો, યુવાનો અને મહિલાઓ આ બાઈક રેલીમાં જોડાયા હતા. સમગ્ર રેલી દરમિયાન “ફીર એક બાર મોદી સરકાર, અબ કી બાર 400 પાર” અને “હાલારનો હુંકાર, પૂનમબેન માડમ ફરી એકવાર” જેવા નારાઓ ગુંજી ઉઠ્યા હતા. પૂનમબેન માડમની રેલી જ્યાંથી પણ પસાર થતી ત્યાં લોકો દ્વારા સ્વયંભૂ આવકાર આપવામાં આવી રહ્યો હતો જેના કારણે સમગ્ર જામનગર દક્ષિણ વિસ્તારમાં કેસરીયું વાવાઝોડું ફરી વળ્યું હોય એવો માહોલ સર્જાયો  હતો.

મહત્વનું છે કે, પૂનમબેન માડમ દ્વારા આજ રોજ ભાટિયા જિલ્લા પંચાયત વિસ્તારમાં વધુ એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં ક્લાયણપુર સહિતના 4 તાલુકા પંચાયતની સીટો આવરી લેવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં સમર્થકો અને નાગરીકો હાજર રહીને પૂનમબેન માડમને વિજયના આશીર્વાદ આપશે.