Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : ત્રણ દરવાજા ભદ્ર પ્લાઝામાં કારંજ પોલીસ દ્વારા શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

કારંજ વિસ્તારના આગેવાનો દ્વારા એસીપી (ACP) સરનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામા આવ્યું હતું.

અમદાવાદ,તા.૨૧

શહેરના ત્રણ દરવાજા ભદ્ર પ્લાઝા ખાતે રાતના સમયે શાંતિ સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘સી ડિવિઝન’ એસીપી અમી પટેલ, કારંજ પોલીસ સ્ટેશનના બાહોશ પી.આઈ. (P.I) પી.ટી.ચૌધરી તથા સમગ્ર કારંજ પોલીસ સ્ટાફ હાજર રહ્યું હતું.

કારંજ વિસ્તારના આગેવાનો દ્વારા એસીપી સરનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામા આવ્યું હતું.

આ શાંતિ સમિતિની મીટીંગમાં કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો, સ્થાનિકો તથા મીડિયા કર્મીઓ પણ હાજર રહ્યા હતા. જેમની સાથે  ‘સી ડિવિઝન’ એસીપી અમી પટેલ મેડમે પોતાની વાત મૂકતા કહ્યું હતું કે, આવનાર હોળીધુળેટીનો તહેવાર, હાલમાં પવિત્ર રમઝાન માસ પણ ચાલી રહ્યા છે ત્યારબાદ આવનાર લોકસભા ઇલેકશન છે. તેને જોતા આપણે સૌ સાથે મળીને આપણા વિસ્તારમાં શાંતિ અને હર્ષોલ્લાસથી બધા જ તહેવારો હળીમળીને બનાવીએ અને કોઈને પણ કંઈક તકલીફ હોય કે, પરેશાની હોય તો આપણે બધા જોડે રહીને કંઈક રસ્તો કાઢીશું. આપણા વિસ્તારમાં કોઈપણ સમસ્યા હોય તો તમે મને ફોન કરી શકો છો.  

 કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનોને સંબોધતા ACP  મેડમે કહ્યું હતું કે, તમારા તરફથી કોઈ રજૂઆત હોય તો જણાવો.

 

ત્યારબાદ શાંતિ સમિતિના સભ્ય મોહમ્મદ હુસૈન (મમ્મી ભાઈ) એ રજૂઆત કરી હતી કે, તહેવારના સમયે બઝારમાં થતી ભીડના હિસાબે થોડી તકલીફ પડે છે જેના હિસાબે ટ્રાફિકની પણ સમસ્યા થતી હોય છે પરંતુ અહીં પાથરણા વાળાની રોઝી-રોટી ચાલતી છે. જો આવી સમસ્યાઓ ઉભી થાય તો થોડી અમારી ઉપર રહેમ નઝર રાખજો તેવી આશા રાખીએ છીએ અને તમે અમારી વચ્ચે આવ્યા આ વાતની અમને બહુ જ ખુશી છે. આખરે મોહમ્મદ હુસૈન (મમ્મી ભાઈ)એ ACP  મેડમની શાનમાં પોતાના અંદાઝમાં એક શાયરી કહી હતી.

“નઝર નઝર મે ઉતરના કમાલ હોતા હૈ, નફસ નફસ મે બીખરના કમાલ હોતા હૈ,

બુલંદીઓ પર પહોંચના કોઈ કમાલ નહી,  બુલંદીઓ પર ઠહેરના કમાલ હોતા હૈ”