Safeer News

Breaking News from Ahmedabad

Entertainment મનોરંજન

અમદાવાદ : ગુજરાતી ફિલ્મ “નટવર ઉર્ફે NTR”નું ગ્રાન્ટ પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા)

ચેતન દૈયાની સ્ટોરી અને દિવીશ રાવલનું ડિરેક્શન આ બે મજબૂત સમન્વય કોન્સેપ્ટ છે.

રાગી જાની અને ચેતન દૈયાને એક ફ્રેમમાં જોવાની મજા કંઈક અલગ જ હોય

શહેરના પીવીઆર (PVR) ખાતે એક જોરદાર ગુજરાતી ફિલ્મ “નટવર ઉર્ફે ” નો જોરદાર ગ્રાન્ટ પ્રીમિયર શો યોજાયો હતો. શહેરમાં બે મોટા પ્રોગ્રામ હોવા છતાં દરેક મહેમાનો હાજર રહ્યા હતા, ચેતન દૈયા સાતથી આઠનું પોતાનું નાટક પતાવીને સમયસર હાજર થઇ ગયા હતા. હાઉસફુલ સ્કીન અને અમુક મહેમાનોએ દાદરમાં પણ આ ફિલ્મ આખી જોઈ છે. ફિલ્મ પૂરી થતાની સાથે જ દરેક વ્યક્તિઓએ ઊભા થઈને તાળીઓ પાડીને એક ખુશીનો જબરજસ્ત માહોલ સાથે ફિલ્મની આખી સ્ટાર કાસ્ટને વધાવી લીધી હતી.

આ વખતે લખાણની વાત થોડી લાંબી થવાની છે. 
“નટવર ઉર્ફે NTR” ઉર્ફે ચેતન દૈયા ફિલ્મના મુખ્ય કિરદારમા છે. આ ફિલ્મ જેની સ્ટોરી પણ એમણે જ લખી છે, કોવીડ પછી એમની સ્ટોરી, લખાણ, ડાયલોગ અને સ્લોટ, મજબૂત લખાય છે. એમના માટે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ.

ડાયરેક્ટ સ્ટોરીની વાત કરું તો ચેતન દૈયા NTR 50 વર્ષની ઉંમર પછી કોલેજમાં પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરવા જાય છે, પોતાની એક ફેમિલી લાઈફ છોડીને જેમની એક દુકાન પણ છે, કોલેજમાં એડમિશન માટે પ્રિન્સિપાલ તરીકે રાગી જાનીને મળે છે. પોતાની રીતે ચાલાકીથી એડમિશન મેળવી લેવામાં કામયાબ રહે છે, આગળ બન્ને જોરદાર કામ છે. રાગી જાની અને ચેતન દૈયાને એક ફ્રેમમાં જોવાની મજા કંઈક અલગ જ હોય, એમાંય જ્યારે રાગી જાનીને બોલવાનું હોય અને ચેતનભાઇના નામે એટલા ડાયલોગ એ અમુક સીનમાં નથી ત્યારે માણવાની બહુ મજા આવે.

કોલેજમાં ટોળકીઓ એટલે કે, ગેંગ સાથે મુલાકાત થાય, આંચલ શાહ’ જે ગેંગની મુખ્ય લીડરની ભૂમિકામાં છે, જે સારી સ્ટુડન્ટ પણ છે એની સાથે મુલાકાત થાય છે અને નટવરમાંથી નવો કિરદાર NTR બનાવવાની પ્રક્રિયા ચાલુ થાય છે. આ દોસ્તી દરમિયાન કોલેજ મિત્રોને એવું લાગે કે, ચેતન દૈયા અને આંચલ વચ્ચે પ્રેમ પ્રકરણ છે, મજાક મસ્તી નાઇટ લાઇફ સારા બતાવેલ છે. ત્યારબાદ એ જ કોલેજમાં NTRનો પુત્ર એટલે મૌલિક ચૌહાણની એન્ટ્રી થાય છે એ પણ આંચલને પ્રેમ કરતો હોય છે અને એ પણ આ ગેરસમજનો શિકાર બને છે. પછી જે આર્ટીઘૂંટીની વાર્તાઓ શરૂ થાય, બહુ જ મજાની ફિલ્મ છે. એનટીઆરના દાદા તરીકે અર્ચન ત્રિવેદીના ફલેશબેકમાં બે સીન માટે આવે છે, પણ પોતાની છાપ છોડીને જાય છે. એનટીઆરની પત્ની કલ્પના ગાગડેગર ચાર ચોપડી પાસ અભણ આવા શબ્દો સાંભળતી માં પણ તમારા ફિલ્મ મા અને નટવરના જીવન માં મુખ્ય પાત્ર છે, બહુ જોરદાર એમનું પણ વર્ક છે, ક્લાઈમેક્સ એટલો સુંદરતા સાથે પૂરો પણ થાય છે, અને એનટીઆર ટુ બનાવવા માટે આગળ લખવાનું મન પણ થાય એવો એક મેસેજ સાથે પિક્ચર પૂરી થાય છે.

50 વર્ષની ઉંમરે કોલેજમાં કેમ જવું પડ્યું, બાપ એ હંમેશા બાપ જ હોય, એવું આ નવી જનરેશનને માનવું પડે, અને બાપાઓએ પણ માનવું પડે કે, નવી જનરેશન પણ આપણા બાપ હોય તો, આ શ્રાવણ મહિનામાં જલ્દીથી સુપર ડુપર હિટ ફિલ્મ જોઈ આવો. બાકી ફિલ્મ વિશે લખીશ તો પાનામાં પણ ભરાઈ જાય, પણ મજા આવશે.

ચેતન દૈયાની સ્ટોરી અને દિવીશ રાવલનું ડિરેક્શન આ બે મજબૂત સમન્વય કોન્સેપ્ટ છે. એ આ ફિલ્મને એકદમ ઊંચાઈ પર લઈ જવામાં બહુ મોટું કામ કરે છે. ખરેખર તો એનટીઆરનું લખાણ જ એનટીઆરનો હીરો છે અને ચેતન દૈયા સિવાય લગભગ આ ફ્રેમમાં તમે કોઈને જોઈ શકો એ વાત તમને માન્યામાં જ નહીં આવે.

બીજા નાના નાના પાત્રમાં ઘણા બધા કેરેક્ટર છે જેમણે પોતાનું ભાગે આવેલું કામ ફિલ્મને હીટ સાબિત કરી આગળ લઈ જવામાં પૂરી રીતે ભાગ ભજવે છે. ઘણા બધા નામ હોવાથી નામ લખતા નથી. તો જલ્દીથી ફુલ ફેમિલી સાથે જોઈ આવો. બુક કરી લો આપણે ત્યાં ફિલ્મો બહુ જલ્દીથી જતી રહે છે, અને મોટા પડદે જોવાની મજા બહુ અલગ હોય છે. મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ કોન્સેપ્ટ કેમેરા પર બધું જ પરફેક્ટ, પરફેક્ટ, પરફેક્ટ, ફરીથી એકવાર આખી ટીમને સાથે ટેકનિકલ ટીમને પણ ખુબ ખુબ અભિનંદન…⚘️

(Photography by Jayesh Vora)