Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : દરિયાપુર વોર્ડના લોકો ગટર સંબંધિત ફરિયાદ કોને કરે..? કચેરીને તાળા

(અબરાર એહમદ અલવી)

દરિયાપુર વોર્ડના કોર્પોરેટર સમીરા શેખ પણ બપોરે ૧૨ વાગે મસ્ટરની મુલાકાત લેવા પહોંચ્યા હતા પરંતુ તેમને પણ કચેરીને તાળા જોવા મળ્યા હતા.

અમદાવાદ,તા.૨૦

શહેરના દરિયાપુર વોર્ડના શાહપુર રંગીલા પોલીસ ચોકીની બાજુમાં જે મસ્ટર આવેલ છે ત્યાંનો સ્ટાફ બપોરે ૧૨ વાગે મસ્ટરને તાળા મારી બંધ કરી જતા રહે છે જો કે, મસ્ટરનો સમય સવારના ૮થી ૪ છે. જો કોઈ વ્યક્તિ ફરિયાદ કરવા આવે ત્યારે ત્યાં તાળા લાગેલા જોઈ નિરાશ થઇ પાછા ફરે છે. લોકોના કામ થઈ રહ્યા નથી તેવા દ્રશ્યો શાહપુર વિસ્તારમાંથી સામે આવ્યા છે.

અહીં ગટર સંબધીત ફરિયાદ અને રજૂઆત કરવા માટે લોકો પહોંચે તો છે, પરંતુ લોકોને માત્રને માત્ર ધક્કા ખાવા પડે છે. લોકો આના કારણે પરેશાન થઈ ગયા છે સ્થાનિકોની ફરિયાદ છે કે, અહીં કોઈ અમારી ફરિયાદ સંભાળવા વાળું નથી અને સ્ટાફના માણસો કામ કરતા નથી જેના લીધે લોકો હેરાન થાય છે. ત્યારે અહીં પ્રશ્ન એ થાય છે કે, આ વિસ્તારના લોકો કોને ફરિયાદ કરે..!

આ અંગેની ફરિયાદો મળ્યા બાદ અહીંના કોર્પોરેટર સમીરા શેખ પણ બપોરે ૧૨ વાગે મસ્ટર ઉપર પહોંચ્યા હતા પરંતુ  કચેરીને તાળા જોવા મળ્યા હતા. આમ ચૂંટણી પતી ગઈ હોવાથી જાણે હવે પ્રજાના પ્રશ્નોથી કોઈ લેવા દેવા ન હોય તેવું લાગી રહ્યું છે.