Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

સુરત : મદદગાર બની ATM કાર્ડ બદલીને પૈસા ઉપાડી લેનાર ૨ શખ્સો પકડાયા

ઉધના પોલીસે ૩૦ જેટલા ATM કાર્ડ સાથે બે ભેજાબાજાેની ધરપકડ કરી

સુરત,તા.૦૫
ATMમાં મદદ કરવા આવતા લોકોથી સાવધાન રહેવું પડશે. સુરતમાં મદદગાર બની ATM કાર્ડ બદલીને પૈસા ઉપાડી લેનાર ૨ શખ્સો પકડાયા છે. ઉધના પોલીસે ૩૦ જેટલા ATM કાર્ડ સાથે આ બે ભેજાબાજાેની ધરપકડ કરી છે.

આ ભેજાબાજ આરોપી શખ્સ પિન નંબર જાણી લીધા બાદ કાર્ડ બદલી નાંખતા હતા. અંકિત ઉર્ફે લલ્લા યાદવ અને ઋત્વિક ઉર્ફે ભોલાસિંહની ધરપકડ કરવામાં આવી છે. આ બંને છેતરપિંડીથી મેળવેલા પૈસાથી મોજશોખ પૂરા કરતા હતા. ડિંડોલી અને પાંડેસરામાં થયેલા ગુનાનો પોલીસ દ્વારા ભેદ ઉકેલાયો છે. પોલીસે દોઢ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોટી રકમની ઠગાઈ સામે આવવાનો અંદાજ છે.

 

(જી.એન.એસ)