(અમિત પંડ્યા)
અમદાવાદ,તા.૦૮
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત શહેરને સુંદર અને સુનિયોજિત વિકાસ થાય અને પ્રજાજનોને પડી રહેલ વિવિધ મુશ્કેલીઓ દૂર થાય તે માટે ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ વસ્ત્રાલ સબ ઝોનલ કચેરી ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં વટવા વિધાનસભાના ધારાસભ્ય બાબુસિંહ જાદવ દસ્કોઈ વિધાનસભાના ધારાસભ્ય બાબુભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વસ્ત્રાલ વિસ્તારના ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર પણ હાજર રહ્યા હતા અને લોકોની ફરિયાદને ધ્યાને લઈ જેતે વિભાગના અધિકારીઓને સૂચના આપી ઝડપી અને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત પ્રોપર્ટી ટેક્સ વિભાગ, એસ્ટેટ વિભાગ, UCD વિભાગ, વ્યવસાય વેરા વિભાગ, ઇજનેર વિભાગ, સોલિડ વેસ્ટ એન્ડ મેનેજમેન્ટ વિભાગ, આરોગ્ય વિભાગ તથા ICDI વિભાગના અધિકારીઓ સ્થળ પર હાજર રહી લોકોનેં પડી રહેલ વિવિધ મુશ્કેલીઓ દૂર થાય તે અંગેની ફરિયાદ લઈ તેનું નિરાકરણ ઝડપથી આવે તેવા પગલાં ભરવા માટે જરૂરી સુચના આપી તાત્કાલિક અસરથી થાય તેની સૂચના આપવામાં આવી હતી.
આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા સાથે મળી દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું અને પધારેલ મહાનુભાવોનું સ્વાગત કરી ફરિયાદ નિવારણ કાર્યક્રમની શરૂઆત કરવામાં હતી.
આ કાર્યક્રમ અંતર્ગત વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સમસ્યાની રજૂઆત કરી હતી અને તેનું તાત્કાલિક અસરથી નિરાકાર આવે તેવી સૂચના ધારાસભ્ય બાબુભાઈ જાદવ અને ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ દ્વારા આપવામાં આવી હતી જેના લીધે લોકોએ આનંદ લાગણી અનુભવી હતી.