Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદની સેશન્સ કોર્ટ દ્વારા એસિડ ફેંકનારને આજીવન કેદ ફટકારવામાં આવી

સેશન્સ કોર્ટે સંદેશ આપ્યો છે કે, આ પ્રકારનો ગુનો આચરનારને જરા પણ હળવાશથી નહીં લેવામાં આવે. 

અમદાવાદ,તા. ૨૨
અમદાવાદના માધુપુરામાં મકાનને લઈને થયેલી બબાલનો કિસ્સો એસિડ એટેકમાં પરિવર્તીત થયો હતો. એક મહિલા સહિત ત્રણ લોકો પર તેણે એસિડ ફેંક્યુ હતુ. આના પગલે એસિડ વેચનાર સામે પણ કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે.

અમદાવાદની સેશન્સ કોર્ટે એસિડ ફેંકનાર સામે આકરી કાર્યવાહી કરીને સંદેશ આપ્યો છે કે, આ પ્રકારનો ગુનો આચરનારને જરા પણ હળવાશથી નહીં લેવામાં આવે. આ પ્રકારના ગુનેગારોને સમાજમાં કોઈ પણ જગ્યાએ સ્થાન નથી. કોઈપણ પ્રકારનો હુમલો કે, કાયદાકીય નિયમોના ભંગની કાર્યવાહી ચલાવી લેવામાં આવશે નહિ.

 

(જી.એન.એસ)