Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ABC ટ્રસ્ટ અને DFL કમીટી દ્વારા “ડૉકટર ફન લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ સિઝન 6″નું સફળ આયોજન કરવામાં આવ્યું

ગુજરાતના ડૉક્ટરો માટે ડીએફએલ 6નું  A.B.C ટ્રસ્ટ અને ડીએફએલ કમીટી દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ,

તાજેતરમાં અમદાવાદ રૃદરાજ ફાર્મ સૈલા કાનેટી ખાતે A.B.C. ટ્રસ્ટ અને DFL કમીટી દ્વારા “ડૉકટર ફન લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટનૂ સિઝન ૬”નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ‌

આ ટૂર્નામેન્ટમાં અમદાવાદ સહિત જુદા જુદા જિલ્લાના ડૉક્ટરોએ ભાગ લીધો હતો. ગુજરાતના સૂપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોએ આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં ગુજરાતભરના M.S, M.D, M.B.B.S, B.U.MS., B.H.M.S તથા ફિજીયોથેરાપિસ્ટ અને ડેન્ટીસ  ડોક્ટરોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

તા.૧૮/૨/૨૦૨૪ રવિવારના રોજ સવારે ૧૦ વાગ્યાથી સૈલા કાનેટી ખાતે સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ યોજવામાં આવી હતી. આ ફાઇનલ મેચ સાથીયાની ઈલેવન ફેથફાઇટર વચ્ચે રમાઇ હતી. ભારે રસાકસી બાદ સાથીયાની ઈલેવનનો ભવ્ય વિજય થયો હતો.

આ ક્રિકેટ ટૂર્નામેન્ટના આયોજક A.B.C ટ્રસ્ટના પ્રેસિડેન્ટ ડૉ જી.એ.શેખ (મુન્નાભાઈ) અને ડૉ નિઝામ સૈયદે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ ક્રિકેટ ટૂર્નામેન્ટ રાખવાનો મુખ્ય હેતુ એ હતું કે, વધુમાં વધુ ડૉક્ટસૅ આવી રમત ગમત સ્પર્ધામાં ભાગ લે, સ્વસ્થ જીવનશૈલી અને આ પહેલનો હિસ્સો બને. તબીબી વ્યાવસાયિકો વચ્ચે મિત્રતા ખેલદિલી અને સ્પર્ધાની તંદુરસ્ત ભાવનાનો પ્રોત્સાહન આપવાનો છે એ વાત પર ભાર મૂક્યો હતો.

આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં બેસ્ટ બેસ્ટમેન ડૉ મોહસિન સર્જેલા મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ અને બેસ્ટ બોલર ડૉ શોએબ મેમણ (સાથિયણી ટીમ)ના રહ્યા હતા.