Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

‘ગુજરાત સ્થાપના દિવસ’ : ‘સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા એક અવનવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

(Rizwan Ambaliya) 

‘સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ’ ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાતી સાહિત્યને જાળવી રાખવા અવનવા કાર્યક્રમો કરે છે.

કાળજાળ ગરમી વચ્ચે પણ “પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા“ અને “ચોમાસું ક્યાંક આસપાસ છે“ જેવા ગુજરાતી ગીતોમાં સૌ રંગાઈ ગયા. તો એક બાળકે નાગર નંદજીને આવકાર્યા, તો ચાર બાળાઓએ બેડા લઇને ગુજરાતી ગીત પર ભરતનાટ્યમ કર્યું. તો એક બાળકે, ઝવેરચંદ મેઘાણી બની એકાંકી પ્રસ્તુત કરી.

‘સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા ફરી આ વર્ષે પણ “અમૂલ્ય વારસો-૨” ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ૨૭ એપ્રિલના રોજ અંધ કલ્યાણ કેન્દ્ર (રાણીપ)ના પ્રાંગણમાં કરવામાં આવી. આ કાર્યક્રમમાં બહેનો અને બાળકોએ ગુજરાતી ગીતો, લગ્નગીતો, સુગમ સંગીત, ગરબા, નૃત્ય અને ભજન વગેરે જેવી અલગ અલગ કૃતિઓની રજૂઆત કરી. પ્રજ્ઞાચક્ષુ બહેનોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો. 40 બહેનો અને બાળકોએ પરફોર્મ કર્યું.

આ કાર્યક્રમમાં સંગીત કલા જગત, રંગમંચ, ફિલ્મ જગત, વ્યવસાયમાં મોખરે એવા બંકિમ પાઠક, મોરલીબેન પટેલ, હેમાબેન મહેતા, જાગૃતિબેન ઠાકોર, જીયા પરમાર, અપૂર્વા સુરાની જેવા મહેમાનો ઉપસ્થિત રહ્યાં અને પ્રસંગની શોભા વધારી હતી.

આશરે ૧૫૦ પ્રેક્ષકોએ કાર્યક્રમને દિલથી માણ્યો હતો. આ ટ્રસ્ટ ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાતી સાહિત્યને જાળવી રાખવા અવનવા કાર્યક્રમો કરે છે. આ ટ્રસ્ટના ટ્રસ્ટી વર્ષાબેન મજેઠિયા, ભુમિકાબેન વિરાણી, રીમાબેન શાહ, તેજલબેન વસાવડા અને મનિષભાઈ પટેલને ખુબ ખુબ અભિનંદન…..