Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ટૂંક સમયમાં ધ્રુજાવી દેતી ઠંડી શરૂ થશે, તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે

(એચ.એસ.એલ),અમદાવાદ,તા.૨૦

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૩-૪ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.

ગુજરાતમાં હવે ઠંડી દિન પ્રતિદિન વધી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનની સાથે સાથે મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૩ દિવસથી તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગે માહિતી આપી છે કે, રાજ્યમાં ટૂંક સમયમાં કડકડતી ઠંડી શરૂ થવાની છે. આ સાથે હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે.

ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ૫ થી ૭ દિવસ સુધી તાપમાનમાં વધારો રહેશે. આ પછી બે દિવસ સુધી વાતાવરણ એવું જ રહેશે. પરંતુ તે પછી તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૩-૪ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. હવામાન વિભાગના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર ભારતીય વિસ્તારમાંથી આવતા પવનને કારણે ઠંડીનું મોજું શરૂ થયું છે.

આ સાથે હવામાન વિભાગે રાજ્યના વિવિધ શહેરોના તાપમાનની માહિતી પણ આપી છે. વિભાગે જણાવ્યું કે, અમદાવાદમાં રાત્રિનું તાપમાન ૧૯ ડિગ્રીની આસપાસ છે. નલિયામાં તાપમાન ૧૫ ડિગ્રી અને ગાંધીનગરમાં ૧૬ ડિગ્રીની આસપાસ છે. રાજ્યમાં હજુ પણ તાપમાન સામાન્ય કરતા ૨ થી ૩ ડિગ્રી વધુ છે. બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે અને ૪ દિવસ બાદ ફરીથી તાપમાનમાં ૨ ડિગ્રીનો વધારો થશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ડીસામાં ૧૬.૪, કેશોદમાં ૧૬.૮, વડોદરામાં ૧૭, અમરેલીમાં ૧૭, રાજકોટમાં ૧૭.૨, મહુવામાં ૧૭.૫, ભુજમાં ૧૮.૬, પોરબંદરમાં ૧૯, સુરેન્દ્રનગરમાં ૧૯, વલ્લભનગરમાં ૧૯.૨, વલ્લભનગરમાં ૧૯.૧૯  નોંધાયો છે. અમદાવાદમાં ૧૯.૭, સુરતમાં ૨૦.૧, કંડલા પોર્ટમાં ૨૦.૫, દ્વારકામાં ૨૨ અને ઓખામાં ૨૫ તાપમાન નોંધાયું છે.