અમદાવાદ,તા.18
શહેરના અરબગલી, પત્થરકુવા રીલીફ રોડ ખાતે તા. ૧૮/૦૬/૨૩ રવિવારના રોજ સવારે ૧૦થી ૧૨ના સમયે “હુમાનીટી ફાઉન્ડેશન” (Humanity Foundation) દ્વારા ૧થી ૯માં ધોરણમાં ભણતા ૪૫૦ જેટલા બાળકોને નોટ-ચોપડા, કમ્પાસ બોક્સ, ટીફીન બોક્સ અને વોટર બેગનું ફ્રીમાં વિતરણ કરવાનું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. જેમાં તેજસ્વી તારલાઓનો સન્માન પણ કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં મિડિયા પાર્ટનર તરીકે પોલીસ ફાઇલ, સત્ય ગુજરાત, મારુ મંતવ્ય, સત્યની ફાઈલ, 12 નાવ ન્યૂઝ તથા સફીર ન્યૂઝ એ ભાગ લીધો હતો.


અત્રે ઉલ્લેખનીય છે કે, “હુમાનીટી ફાઉન્ડેશન” દ્વારા ગત રવીવારના રોજ પણ ૨૦૦ જેટલા બાળકોને ફ્રી નોટબુક તથા સ્ટેશનરી વિતરણનું કાર્યક્રમ સફળતા પુ્ર્વક યોજાયો હતો.