સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવન દ્વારા સર્વે : વેબસીરીઝ-ઓટીટી પ્લેટફોર્મને કારણે યુવાનોમાં વધે છે ગુનાહિત પ્રવૃત્તિ
અલગ અલગ કોન્સેપ્ટ ધરાવતી વેબસિરીઝ યુવાનો પર ઘણો મોટો પ્રતિભાવ છોડી જાય છે. ઘણી વેબસિરીઝ આક્રમક હોય છે જેનો યુવાનો પર ખૂબ જ અસર થાય છે. આ આક્રમક વેબસિરીઝને જોઈ યુવાનોમાં ગુનાહિત પ્રવૃત્તિ વધે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 1080 લોકો પર સર્વે કર્યો જેના તારણ મુજબ ૬૬% લોકો માને છે કે વેબસીરીઝ-ઓટીટી પ્લેટફોર્મને કારણે યુવાનોમાં ગુનાહિત પ્રવૃત્તિ વધે છે.
કોરોના કાળને કારણે ઓટીટી (OTT) પ્લેટફોર્મ અને વેબસિરીઝ (WebSeries)નો ક્રેઝ વધ્યો છે. તેમાં પણ યુવાનોમાં આનો ચસ્કો વધારે છે. અલગ અલગ કોન્સેપ્ટ ધરાવતી વેબસિરીઝ યુવાનો પર ઘણો મોટો પ્રતિભાવ છોડી જાય છે. ઘણી વેબસિરીઝ આક્રમક હોય છે જેનો યુવાનો પર ખૂબ જ અસર થાય છે. આ આક્રમક વેબસિરીઝને જોઈ યુવાનોમાં ગુનાહિત પ્રવૃત્તિ વધે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 1080 લોકો પર સર્વે કર્યો જેના તારણ મુજબ ૬૬% લોકો મને છે કે વેબસીરીઝ-ઓટીટી પ્લેટફોર્મને કારણે યુવાનોમાં ગુનાહિત પ્રવૃત્તિ વધે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કિશોર અપરાધ એ આજના સમયનો સળગતો પ્રશ્ન વિષય પર સર્વે હાથ ધરાયો જેમાં ચોંકાવનારી વાતો સામે આવી છેલ્લા અમુક વર્ષોથી કિશોર અપરાધના કિસ્સા નજરે આવે છે. ગેઇમની લતમાં કે પૈસાની લાલચમાં કિશોરો ગુનાઓ કરી બેસે છે એ વિશે મનોવિજ્ઞાન ભવનમાં ડિપ્લોમાનો અભ્યાસ કરી વિદ્યાર્થીની હિરપરા બંસીએ અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 1080 લોકો પર સર્વે કર્યો જેના તારણ નીચે મુજબ મળ્યા.
શું તમે માનો છો કે છેલ્લા અમુક વર્ષોમાં તરુણોમાં ગુનાહિત પ્રવૃતિઓ વધી છે ? જેમાં “હા” -83%, “ના” -15.10% અને મહદઅંશે 1.90% લોકોએ જણાવ્યું.
તરુણોમાં ગુનાહિત પ્રવૃત્તિ પાછળ પારિવારિક માવજત જવાબદાર છે ? જેમાં “હા” -47.50%, “ના” 11.30% અને મહદઅંશે- 41.20 % લોકોએ જણાવ્યું.
આધુનિક યાંત્રિકીકરણે તરુણોને ગુનાહની પનાહ આપી છે ? જેમાં “હા” -66%, “ના” -11.30 % અને મહદઅંશે- 22.60% લોકોએ જણાવ્યું.
વેબ સીરીઝ અને OTT પ્લેટફોર્મ તરુણમાં ગુનાહિત પ્રવૃત્તિ વધારે છે ? જેમાં “હા” -66%, “ના” -1.90 % અને મહદઅંશે- 32.10% લોકોએ જણાવ્યું.
તરુણોમાં ખુબ જ ઝડપથી લોકપ્રિય બનવાની ઘેલછાને કારણે શું ગુનાહિત પ્રવૃત્તિ વધી છે ? જેમાં “હા” -69.80%, “ના”- 7.50%અને મહદઅંશે 22.60% લોકોએ જણાવ્યું.
સયુક્ત પરિવાર તૂટવાને કારણે બાળ ઉછેર શૈલી વિચલિત થઇ છે ? જેમાં “હા” -62.30%, “ના”-18.90 % અને મહદઅંશે-18.90 % લોકોએ જણાવ્યું.
જે વ્યક્તિને ઘરમાં સાથ, સહકાર, પ્રેમ, હૂફ ન મળે તે ગુનાઓ કરવા તરફ પ્રેરાઈ શકે ? જેમાં “હા” -62.20%, “ના”-3.80 % અને મહદઅંશે-34 % લોકોએ જણાવ્યું.
મિત્રોના દબાણને કારણે તરુણોમાં ગુનાઓનું પ્રમાણ વધી શકે ? જેમાં “હા” -64.20%, “ના” -15.10 % અને મહદઅંશે- 20.80% લોકોએ જણાવ્યું.