Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

સુરત : એક જવેલર્સ દ્વારા સોના અને ચાંદીની “STOP DRUG” લખેલી રાખડી તૈયાર કરવામાં આવી

બહેન આ રક્ષાબંધન પર પોતાના ભાઈને ડ્રગ્સના દુષણથી દૂર રહેવા વચન સાથે રાખડી બાંધશે.

સુરત,તા.૨૮

આગામી સમયમાં રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે ત્યારે સુરતમાં અલગ અલગ પ્રકારની રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બને છે. આ વર્ષે સુરતમાં એક જવેલર્સ દ્વારા ‘નો ડ્રગ્સ અને સ્ટોપ ડ્રગ્સ’ નામની સોના ચાંદીની રાખડીઓ બનાવી છે. જે આકર્ષણનું કેન્દ્ર બની છે. આજના યુવાનો ડ્રગ્સના દુષણનો ભોગ બની રહ્યા છે. તેવામાં બહેન આ રક્ષાબંધન પર પોતાના ભાઈને ડ્રગ્સના દુષણથી દૂર રહેવા વચન સાથે રાખડી બાંધશે.

સુરતમાં એક જવેલર્સ દ્વારા સોના અને ચાંદીની “નો ડ્રગ્સ” લખેલી રાખડી તૈયાર કરવામાં આવી છે. એક બહેન ક્યારેય ના ઈચ્છે કે, પોતાનો ભાઈ ડ્રગ્સના ખપ્પરમાં હોમાઈ જાય. ત્યારે આ વખતે રક્ષાબંધન પર્વ પર “નો ડ્રગ્સ” “સ્ટોપ ડ્રગ્સ” “નો ટોબેકો” જેવા લખાણ લખેલી સોના-ચાંદીની રાખડી આકર્ષણનું કેન્દ્ર બની છે.

ઉલ્લેખનીય છે કે, રક્ષાબંધનનો તહેવાર નજીકમાં છે. જેને લઈને ઠેર ઠેર અવનવી રાખડીઓ તૈયાર કરવામાં આવતી હોય છે. ત્યારે સુરતમાં યુવાનોને નશાકારક પદાર્થોથી દૂર રહેવાનો સંદેશ આપતી આ રાખડી આકર્ષણનું કેન્દ્ર બની છે. દુકાનદારનું કહેવું છે કે, રાખડી બનાવ્યા બાદ દરરોજના ઓર્ડર વધી રહ્યા છે અને છેલ્લા ૧૫ દિવસથી લગભગ દરરોજની સરેરાશ ૬ જેટલી સોના-ચાંદીની રાખડીનાં ઓર્ડર આવી રહ્યા છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *