ભાજપમાં ભૂકંપ સર્જાયું : સુરતમાં 1100થી વધુ ભાજપા કાર્યકરો આપમાં જોડાયા વિધાન સભાની ચુંટણી પહેલા કહી ખુશી કહી ગમ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ આક્ષેપ પ્રતિ આક્ષેપની સાથે પક્ષ પલટાના દોર પણ શરૂ થઈ ગયા છે. ત્યારે હાલમાં આજે સુરતમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ નારાજગીને કારણે આમ આદમી પાર્ટીમાં જોડાતા ભાજપની ચિંતામાં વધારો થયો છે. સુરતના ઉધના વિસ્તારમાં 1100 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના સમૂહમાં જોડાઈ જતા કહી ખુશી કહીં ગમ જેવો માહોલ ઊભો થયો છે.
ગુજરાત વિધાન સભાની ચુંટણીને લઇ ફરી તોડ જોડની નીતિ શરૂ થઇ ગઈ છે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી આક્રમક મૂડમાં દેખાઈ રહી છે. અને આ વચ્ચે જ આમ આદમી પાર્ટીએ ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે. સુરતના ઉધના વિસ્તારમાં 1100 કાર્યકરોએ ભાજપનો ખેસ ઉતારી હાથમાં ઝાડુ પકડતા રાજકીય સમીકરણો બદલાવવાની સંભાવના ઉભી થઈ છે.
આ અંગે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, લોકો અરવિંદ કેજરીવાલની વિકાસની રાજનીતિ અને ઈમાનદારીની છાપને પસંદ કરી રહ્યા છે અને તેને પગલે વિધાનસભાને ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને લોકોનું સમર્થન મળી રહ્યું છે. લોકો ગુજરાતમાં પરિવર્તનની જે આશા લઈને બેઠા હતા તે ઉમ્મીદ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના રૂપમાં પૂર્ણ થશે.
હાલ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તે પહેલા હવે રાજકીય સમીકરણો પણ બદલાતા નજરે પડી રહ્યા છે અત્યારે સુરતમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય ભાજપના 1100 કાર્યકર્તાઓએ ભાજપથી નારાજગીને કારણે આમ આદમી પાર્ટીમા જોડાયા છે. ત્યારે ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીની જે કવાયત ચાલી રહી છે તેને ભાજપની ચિંતામાં પણ વધારો કર્યો છે.