Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

વલસાડ પોલીસે ૨.૪૨ લાખ રુપિયાનો “પોષ ડોડા”નો જથ્થો જપ્ત કર્યો

વલસાડ,તા.૨૬
વલસાડ પોલીસે “પોષ ડોડા”નો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપી પાડ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા બાતમીના આધારે દરોડો પાડતા વલસાડના ગંદલાવ વિસ્તારના ઉજ્જવલ નગરમાંથી આ જથ્થો ઝડપી પાડ્યો હતો.

એસઓજી (SOG)ની ટીમ દ્વારા બાતમીને આધારે કાર્યવાહી કરતા ૮૦ કિલો જેટલો પોષ ડોડાનો જથ્થો ઝડપાઈ આવ્યો હતો. પોલીસે પોષ ડોડાના જથ્થાને ઝડપી લઈને ગુનો નોંધીને કાર્યવાહી શરુ કરી છે. એસઓજી ટીમે દરોડો પાડીને જથ્થો ઝડપી લઈને સિઝ કર્યો છે. લગભગ ૨.૪૨ લાખ રુપિયાનો જથ્થો જપ્ત કરીને આરોપી સુનિલ બિશ્નોઈ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

એસઓજીએ સ્થાનિક રુરલ પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરતા હવે આરોપી સુનિલ બિશ્નોઈને ઝડપી લેવા માટે કાર્યવાહી તેજ કરી છે. આરોપીને ઝડપી લેવા માટે એસઓજી સહિતની ટીમોએ શોધવા માટે કાર્યવાહી શરુ કરી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *