ટ્રાન્સજેન્ડર પત્નીએ તેના પતિને ધમકી આપી હતી કે, જાે તે ચૂપ નહીં રહે તો તે તેના સમગ્ર પરિવાર સામે ખોટો કેસ દાખલ કરશે
૪ વર્ષ સુધી બ્લેકમેઇલિંગ બાદ નોંધાયો ગુનો
મુરાદાબાદ,તા.૧૩
મુરાદાબાદમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. લગ્ન બાદ સુહાગરાતના સમયે પતિ-પત્નીનું મિલન થયું ત્યારે પતિને ખબર પડી કે, તેની દુલ્હન છોકરી નહીં પરંતુ ટ્રાન્સજેન્ડર છે. ટ્રાન્સજેન્ડર એટલો ચાલાક નીકળ્યો કે, તેણે તેના પતિને ધમકી આપી કે, આ વિશે કોઈને જાણ ન કરવા કહ્યું. પછી જે આગળ થયું એ જાણવા જેવું છે.
આ સમગ્ર મામલો મુરાદાબાદના ઠાકુરદ્વારા કોતવાલીનો છે. ૨૦૧૯માં આ વિસ્તારના એક ગામના યુવકના લગ્ન બિજનૌર જિલ્લામાં થયા હતા. યુવક તેના પરિવારજનો સાથે ખૂબ જ ધામધૂમથી વરઘોડા સાથે જાન લઈને લગ્ન કરવા બિજનૌર ગયો હતો અને હિંદુ રીતિરિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે તેની પત્નીની સાથે તેના ઘરે પાછો ફર્યો હતો. પરંતુ સુહાગરાતના સમયે પત્નીના માથા પરથી ઘૂંઘટ હટાવતા જ દુલ્હનની વાસ્તવિકતા સામે આવતા તેના હોશ ઉડી ગયા હતા. તેની પત્ની ટ્રાન્સજેન્ડર હતી. આ અંગે પત્નીએ જણાવ્યું હતું કે, તેની સારવાર ચાલી રહી છે. ટૂંક સમયમાં તેને સ્ત્રીના જનનાંગો ઉદભવશે.
ટ્રાન્સજેન્ડર પત્નીએ તેના પતિને ધમકી આપી હતી કે, જાે તે ચૂપ નહીં રહે તો તે તેના સમગ્ર પરિવાર સામે ખોટો કેસ દાખલ કરશે અને ગંભીર કલમો હેઠળ તેને જેલમાં મોકલી દેશે. પીડિત પતિનું કહેવું છે કે, તે આનાથી ડરી ગયો હતો. તે પત્નીની સારવાર બાદ પરિણામની રાહ જાેઈ રહ્યો હતો. પરંતુ આ દરમિયાન તેની પત્ની અને સાસરિયાઓએ તેની પાસે ૨૦ લાખ રૂપિયાની માંગણી શરૂ કરી દીધી હતી.
આ દરમિયાન પતિનો આરોપ છે કે, તેની પત્નીએ તેનો ન્યૂડ વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. જાે પૈસા નહીં ચૂકવે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. પૈસા ન આપવા પર તેના સાસરિયાઓએ તેને ઘણી વખત માર માર્યો હતો. પત્ની અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને તેણે ૪ વર્ષ પછી પોલીસમાં આ બાબતની ફરિયાદ કરીને સત્ય જણાવ્યું છે. પીડિત પતિની ફરિયાદ પર ઠાકુરદ્વારા કોતવાલીમાં કેસ નોંધવામાં આવ્યો છે.