Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

રાજપીપલા એસ.ટી.ડેપો મેનેજર કે.એચ.નાયીએ ડેપોના સ્ટાફ અને મુસાફરોને અનોખી રીતે આપ્યો સ્વચ્છતાનો સંદેશો

શાળાના બાળકોએ પ્લેકાર્ડ પર સ્વચ્છતાના સૂત્રો સાથે નાટક ભજવી કર્મયોગી-મુસાફરોને જાગૃત કર્યા

સાજીદ સૈયદ, નર્મદા

રાજપીપલા, શુક્રવાર :-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં સ્વચ્છતાની જ્યોત જગાડવા માટે રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત મિશનની વર્ષ ૨૦૧૪માં શરૂઆત કરવામાં આવી છે. જનઆંદોલનથી શરૂ થયેલ આ ઝુંબેશ આજે જનઆંદોલનમાં પરિણમ્યું છે. હાલ રાષ્ટ્રવ્યાપી “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ ચાલી રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ અનેકવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજપીપલા એસ.ટી.ડેપો મેનેજર કે.એચ.નાયીએ બિરસામુંડા પ્રાથમિક શાળાના બાળકો અને શાળા પરિવાર સાથે સહભાગીદારીથી બસ સ્ટેશન અને આસપાસ સ્વચ્છતા રાખવા તેમજ મુસાફરોને સ્વચ્છતા જાળવવા અને તેના મહત્વ વિશે સમજણ પુરી પાડી હતી. શાળા બાળકોએ પ્લેકાર્ડ પર સ્વચ્છતાના સૂત્રો લખી તથા નાટકની પ્રસ્તૂતી દ્વારા ડેપો સ્ટાફ સહિત મુસાફરોને જાગૃત કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

ડેપો સ્ટાફ સહિત મુસાફરોને જાગૃત કરવા માટે યોજાયેલ સ્વચ્છતા અવેરનેસ કાર્યક્રમમાં બિરસામુંડા પ્રાથમિક શાળાના શરદભાઇ વસાવા, શ્યામજીક્રુષ્ણ વર્મા શાળાના ડો. કલ્પેશભાઇ મહાજન, નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકા ટીચર્સ સોસાયટીના મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

1 COMMENTS

  1. Hey,

    The moment we’ve all been waiting for is finally here – GoBuildr is now LIVE!

    Create ultra-lightning-fast websites, sales funnels, eCommerce stores, and more in less than 60 seconds, with just a keyword!

    Say goodbye to the limitations of traditional page builders. GoBuildr combines the functionality of 16 different tools into one powerful app, supercharged with AI-assisted technology.

    ⇒ Click Here To Checkout Demo https://ext-opp.com/GoBuildr

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *