રાજ્યમાં ૭ દિવસમાં ૨૭૨૩ લોકો દારૂ પીને વાહન ચલાવતા પકડાયા
અમદાવાદ,૦૨
રાજ્યમાં ૭ દિવસમાં ૨૭૨૩ નબીરા દારૂ પીને વાહન ચલાવતા પકડાયા છે. તેથી હવે ના કહેતા ગુજરાતમાં દારૂબંધી છે. કારણ કે, ગુજરાતભરમાં ૭ દિવસમાં પોલીસે ૨,૭૨૩ નબીરા દારૂ ઢીંચીને વાહન ચલાવતા પકડાયા એ જીવતો જાગતો પુરાવો છે. પોલીસની ડ્રાઈવના તો રીતસરના ધજાગરા ઉડી રહ્યાં છે. જાે તથ્ય પટેલ અકસ્માત ન થયો હોય તો ગુજરાત પોલીસ આટલી એક્ટિવ પણ ન બની હોત, અને આટલા દારૂડિયા પણ પકડાયા ન હોત.
અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલના અકસ્માત બાદ ગુજરાત પોલીસ એક્ટીવ થઇ ગઈ છે. રાતોરાત અભિયાન ચલાવ્યું. ૨૨ જુલાઈથી અત્યાર સુધીના પ્રથમ સપ્તાહમાં આખા ગુજરાતમાંથી કુલ ૨૭૨3 નબીરા દારૂ પીતા પકડાયા છે. આ નબીરા બેફામ દારૂ પીને ગાડીઓ હંકારતા હતા. રાજ્યમાં વાહનચાલકો ટ્રાફિકના નિયમોની ઐસી કી તૈસી કરી રહ્યાં છે. ટ્રાફિક નિયમોના ભંગના કેસમાં ૮૫ ટકાનો વધારો થયો છે. ગત જુલાઈ કરતાં ટ્રાફિક ભંગના ૮૫ ટકા કેસ વધ્યા છે. જુલાઈ મહિનામાં ટ્રાફિક નિયમ ભંગના ૭૦૧ કેસ નોંધાયા હતા. આના પર આરટીઓ અને ટ્રાફિક વિભાગે સ્થળ પર જ કાર્યવાહી કરી હતી. તથ્યકાંડ પછી ટ્રાફિક પોલીસે હાથ ધરેલી ઝુંબેશની અસર દેખાઈ રહી છે. તો જુલાઈ ૨૦૨૨માં ટ્રાફિક નિયમ ભંગના ૩૮૪ કેસ નોંધાયા હતા.
મહત્વનું છે કે, ઈસ્કોન બ્રિજ પર અકસ્માત પછી ટ્રાફિક પોલીસે ડ્રાઈવ ચાલુ કરી છે. જેના કારણે આરટીઓમાં મેમો ભરવા માટે સવારથી સાંજ વાહન ચાલકોની ભીડ જાેવા મળી રહી છે. લાંબી લાઈનના કારણે આરટીઓમાં વધારાના કાઉન્ટર પણ બનાવવામાં આવ્યા છે. ઈસ્કોન અકસ્માત પછી પોલીસે ૧૪૫૦થી વધુ કેસ કર્યા છે. રાજ્યમાં ઓવર સ્પીડના ૨૦,૭૩૭ કેસ નોંધાયા છે. ૨૨થી ૩૧ જુલાઈ સુધી ગુજરાત પોલીસની ચાલેલી ડ્રિંક એન્ડ ડ્રાઈવના ૬૦થી વધુ કેસ નોંધાયા છે. ઓવર સ્પીડ અને સ્ટંટ કરતાં ૨૬૫થી વધુ કેસ નોંધાયા છે. પ્રોહિબિશનના ૨૧૦થી વધુ કેસ પોલીસ ચોપડે નોંધાયા છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં અમદાવાદ, રાજકોટ અને સુરત મોખરે છે.