Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

“ભેદ” ગુજરાતી સસ્પેન્સ થ્રીલર ફિલ્મ શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે

(રીઝવાન આંબલીયા)

“ભેદ” એક સસ્પેન્સ થ્રીલર ફિલ્મ છે જેમાં અપહરણ, ડ્રગ્સ, સસ્પેન્સ અને પોલિસના ઘણા મહત્વના પાસાઓને આ ફિલ્મમાં બખુબી દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

અમદાવાદ,તા.૦૨

અત્યારનાં સમયમાં ગુજરાતી ફિલ્મોનો નવો દસકો શરૂ થયો છે. ખુબ મોટા બજેટની અને નવા વિષયો સાથે ફિલ્મો આવી રહી છે. ગુજરાતી સિનેમાની આ પ્રગતિને ગુજરાતી દર્શકો પણ ખુબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મોના અવનવા વિષયો દર્શકોએ ખુબ વધાવ્યા છે એવા સમયે વધુ એક નવી ગુજરાતી ફિલ્મ ‘ભેદ’ આવનાર શુક્રવાર તા. 4/8/2023ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતુ જેના દર્શકો ખુબ વખાણ કરી રહ્યા છે.

“ભેદ” એક સસ્પેન્સ થ્રીલર ફિલ્મ છે જેમાં અપહરણ, ડ્રગ્સ, સસ્પેન્સ અને પોલિસના ઘણા મહત્વના પાસાઓને આ ફિલ્મમાં બખુબી દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. થ્રિલર સાથે આ ફિલ્મ એક સોશ્યલ મેસેજ આપી જાય છે.

ફિલ્મના પ્રોડ્યુસર રિતુ આચાર્ય છે, તેઓ અત્યાર સુધી અનેક ફિલ્મો સાથે જોડાયેલા રહ્યા છે, ફેશન ડિઝાનર તરીકે તેઓએ બેક સ્ટેજ રહીને ફિલ્મ નિર્માણની પ્રક્રિયા અને વાસ્તવિકતાને ખુબ નજીકથી જોઈ છે. જેનો અનુભવ તેમને આ ફિલ્મમાં કામે આવ્યો છે. તેઓ જણાવે છે કે, ખુબ હાર્ડવર્ક અને નાના બજેટમાં પણ કેટલી સારી ફિલ્મ બનાવી શકાય ‘ભેદ’ ફિલ્મ તેનું ઉત્તમ ઉદાહરણ સાબિત થશે. હું ખુબ લાંબા સમયથી ફિલ્મો અને સિરીયલો સાથે જોડાયેલી છું. મને કેમેરાની પાછળનો વર્ષોનો અનુભવ છે જે આ ફિલ્મ દ્વારા દર્શકોને જોવા મળશે. પ્રોપર મેનેજમેન્ટ અને સમયના સદપયોગ અને નાના બજેટમાં ખુબ સારું ફિલ્મ નિર્માણ થઈ શકે તેવું મારું માનવું છે. આ ફિલ્મના માત્ર નિર્માતા જ નહીં પરંતુ ક્રિએટિવ હેડ તરીકેની ભુમિકા પણ રિતૂ આચાર્ય એ ભજવી છે.

ફિલ્મનાં ડિરેક્ટર ઇમરાન પઠાન છે જેઓ લગભગ વિસ વર્ષથી ફિલ્મ રાઇટર અને ડિરેક્શનનો અનુભવ ધરાવે છે. નવા અને ઇનોવેટિવ આઈડિયા પર કામ કરવાનું તેઓ પસંદ કરે છે, આ ફિલ્મ તેમના માટે ઘણી મહત્વની સાબિત થશે તેવું તેઓનું માનવું છે. ફિલ્મના મુખ્ય પાત્રોમાં મોહમદ હનિફ યુસુફ, નિશ્વય રાના, તાનિયા રજાવત, બિમલ ત્રિવેદી, પુર્વી ભટ્ટ, મોહસિન શેખ, નંદિશ ભટ્ટ જેવા દમદાર કલાકારો જોવા મળશે. ફિલ્મનું બધુ જ શુટિંગ ગુજરાતમાં જ થયું છે. “ભેદ” ફિલ્મ તારીખ 4/8/2023, શુક્રવારે રિલિઝ થઈ રહી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *