દેશના કોઈ પણ ખૂણે મોબાઈલ ફોન ચોરીના કિસ્સામાં તેની ફરિયાદ નોંધાવવા માટે સિટિઝન પોર્ટલ પર સિટિઝન ફર્સ્ટ મોબાઈલ એપ્લિકેશનથી ઈ-એફ.આઈ.આર.( e-FIR)ની સુવિધા આપવામાં આવે છે.
મોબાઈલ ચોરી થાય કે ખોવાઇ જાય ત્યારે તેની એફ.આઈ.આર કેવી રીતે નોંધાવી શકાય. આધુનિક સમયના માહિતી સંચારના પ્રત્યક્ષ સાધનોમાં તમામ માહિતી સંચારના સાધનોનો સમાવેશ થાય છે જે તમારી સમસ્યાને દેશના ખૂણે-ખૂણે પણ પહોંચાડી શકે છે. હવે તો જી.પી.એસ સિસ્ટમ પણ તેનો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે જે તમારા ખોવાઈ ગયેલા મોબાઇલ, લેપટોપને શોધવા માટે મદદ કરે છે.
તમારો મોબાઇલ ખોવાઈ ગયો છે અને તેવી ફરિયાદનો નિકાલ માત્ર ત્રણ જ દિવસમાં જ કરવામાં આવે છે. દેશના કોઈ પણ ખૂણે મોબાઈલ ફોન ચોરીના કિસ્સામાં તેની ફરિયાદ નોંધાવવા માટે સિટિઝન પોર્ટલ પર સિટિઝન ફર્સ્ટ મોબાઈલ એપ્લિકેશનથી ઈ-એફ.આઈ.આર.( e-FIR)ની સુવિધા આપવામાં આવે છે. પોલીસ દ્વારા મોબાઈલ ફોન ચોરીના કિસ્સામાં સિટીઝન પોર્ટલ પરની વેબસાઈટ gujhome.gujarat.gov.in સિટિઝન ફર્સ્ટ મોબાઈલ એપ થકી ઈ-એફ.આઈ.આર.ની સુવિધા મેળવી શકાશે. મોબાઈલ ચોરીની ઘટના દરમિયાન બળનો ઉપયોગ ના થયો હોય અને તમને કોઈપણ પ્રકારની ઈજા ન થઈ હોય તેવા કિસ્સામાં ઈ-એફ.આઈ.આર. નોંધાવવાની રહે છે, તમે આવી ઘટના દરમિયાન ઇજાગ્રસ્ત થયા હોવ તો તમારે જાતે જ પોલીસ સ્ટેશનમાં જવું જોઈએ. આ ફરિયાદની તપાસમાં તથ્ય ચકાસીને ફરિયાદને પ્રત્યક્ષ એફ.આઈ.આર.માં રૂપાંતર કરાશે કારણ કે કામ વગરની થતી અરજીનો નિકાલ ઝડપથી લાવી શકાશે. માત્ર ૪૮ કલાકમાં તપાસ અધિકારી ફરિયાદીનો સંપર્ક કરી ખરાઈ કરશે, તેમાં તેની પાસેથી ચોરીની સમગ્ર ઘટનાની માહિતી મેળવવામાં આવશે જેનાથી ઝડપથી કાર્યવાહી કરવામાં મદદ મળશે. દેશના ગૃહ મંત્રાલયના આ નિર્ણયના કારણે સ્વમેળે ફરિયાદીએ જાતે જ ફરિયાદ નોંધવવાની હોવાથી પોલીસની અંકુશિત કાર્યપ્રણાલીનો અંત આવશે.