Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

મોડાસાના માથાસુલિયા ગામે દુધ-છાશ પર લગાવાયેલા 5 ટકા GSTનો વિરોધ

આ સાથે જ કિસાનસભાએ માંગ કરી છે કે, દુધ, દહી, છાશ, સહિત ચોખા તેમજ લોટ ઉપરનો જીએસટી તાત્કાલિક નાબૂદ કરો 

સ્વામીનાથન આયોગ મુજબ દુધના એમએસપીપી ભાવ આપો, પશુપાલકોને મનરેગામાં 200 દિવસ રોજગારી આપો

લીટર દીઠ પાંચ રૂપિયા દૂધ ઉત્પાદન ઉપર સબસીડી આપો

કેન્દ્ર સરકાર દ્વારા દુધ-છાશ સહિત જરૂરિયાત ચીજવસ્તુઓ પર 5 ટકા જીએસટી લગાવવામાં આવતા મોડાસાના માથાસુલિયા ગામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ગુજરાત કિસાનસભાના આગેવાનોએ પશુપાલકો સાથે સુત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત કિસાન સભાની અરવલ્લી જિલ્લા સમિતિ તરફથી તાજેતરમાં કેન્દ્ર સરકારે દુધ, દહીં, છાશ, લોટ, ચોખા અને મિલ્કિંગ મશીનરી ઉપર તેમજ સંચા, શાહી, નકશા વગેરે ઉપર 5% જીએસટી લગાવીને પશુપાલકો ખેડૂતો આમ જનતા અને વિદ્યાર્થીઓને પણ છોડ્યા નથી. આખા દેશમાં જીએસટી હટાવોની માંગ ભારત દૂધ ઉત્પાદક કિસાન સંગઠન એટલે કે, ડેરી ફાર્મર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ ઉઠાવી છે, એના સમર્થનમાં આજે મોડાસા તાલુકાના માથા સુલિયા ગામે દૂધ ભરાવતા પશુપાલકો ખેડૂતો નવ જવાનોને ભેગા કરી જીએસટીની સમજ આપી સૂત્રોચાર અને દેખાવો કરવામાં આવ્યા હતા.

દેશની જનતા મોંઘવારીથી પીસાઈ રહી છે, એ સંજોગોમાં સરકારે જીએસટી લગાવીને સમાન્ય વ્યક્તિના બજેટ પર અસર પહોંચાડી છે, ત્યારે ગુજરાત કિસાન સભાના આગેવાનો અને સીઆઈટીયુના આગેવાનોએ વિરોધ કર્યો હતો. ઉદ્યોગપતિઓના ફાયદો પહોંચાડવાના આક્ષેપો સાથે કિસાનસભાએ વિરોધ કરી જીએસટી પરત ખેંચવાની ઉગ્ર માંગ કરી હતી.
અરવલ્લી જિલ્લા કિસાન સભા તરફથી કિસાન સંગઠનની રાષ્ટ્ર વ્યાપી માંગણીઓને સમર્થન કરે છે અને માંગ કરે છે અને માંગ કરે છે કે, આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા સમિતિ કિસાન સભાના પ્રમુખ ભલાભાઇ ખાંટ, કાર્યકારી મંત્રી મહેન્દ્રભાઈ પગી, સીઆઇટીઓના પ્રદેશ મંત્રી ડી આર જાદવ વગેરે હાજર રહ્યા હતા.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *