નવીદિલ્હી,તા.૧૦
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ‘ફ્લાઈંગ કિસ‘ વિવાદે હોબાળો મચાવ્યો છે. આ વિવાદ વચ્ચે એક મહિલા IAS ઓફિસરનું ટિ્વટ વાયરલ થઈ રહ્યું છે. તેમણે ટિ્વટ કરીને મણિપુરની મહિલા સાંસદોને વીડિયોની યાદ અપાવી છે, જેની સહી તે પત્રમાં છે. તેમણે પોતાના ટિ્વટમાં લખ્યું, “જરા વિચારો કે, મણિપુરની મહિલાઓને કેવું લાગ્યું હશે ?”
આ મહિલા IASનું નામ શૈલબાલા માર્ટિન છે. તમને જણાવી દઈએ કે, બુધવારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાના બીજા દિવસે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર ‘ફ્લાઈંગ કિસ’નો આરોપ લગાવ્યો હતો. ઈરાનીએ કહ્યું કે, કોંગ્રેસ નેતાએ સદનની બહાર નીકળતી વખતે ‘ફ્લાઈંગ કિસ’ ઈશારો કર્યો હતો. આ પછી, આને લઈને વળતો હુમલો શરૂ થયો. ઘણી મહિલા સાંસદોએ આ અંગે લોકસભા અધ્યક્ષને ફરિયાદ કરી હતી.

તમને જણાવી દઈએ કે, શૈલબાલા માર્ટિન મધ્ય પ્રદેશ કેડરના IAS અધિકારી છે અને હાલમાં ભોપાલમાં રાજ્ય સચિવાલયમાં સામાન્ય વહીવટ વિભાગમાં નોકરી કરે છે. રાહુલ ગાંધીના આ કૃત્ય માટે બીજેપીની મહિલા સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળીને કેરળના વાયનાડથી લોકસભાના સભ્ય વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. લોકસભા સ્પીકરને લખેલા આ પત્રમાં ૨૦થી વધુ મહિલા સાંસદોના હસ્તાક્ષર છે.
મહિલા IAS અધિકારીએ મણિપુરમાં નગ્ન મહિલાઓના વીડિયોની યાદ અપાવી. તમને જણાવી દઈએ કે, ૧૯ જુલાઈના રોજ મણિપુરમાં એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં ભીડે બે મહિલાઓને નગ્ન અવસ્થામાં રસ્તા પર ઉતારી હતી. આ શરમજનક ઘટના મણિપુરમાં ૪ મેના રોજ બની હતી પરંતુ વીડિયો ૧૯ જુલાઈના રોજ વાયરલ થયો હતો. મણિપુરમાં બનેલી આ ઘટનાની માત્ર દેશ જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોએ નિંદા કરી હતી.