Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

નર્મદા જિલ્લામાં તાજેતરમાં યોજાયેલ લોક અદાલતમાં ૨૬૫૦ કેસોનો સુખદ નિકાલ કરાયો

મુખ્ય જિલ્લા ન્યાયાધિશ એન.આર. જોષીના માર્ગદર્શન હેઠળ ગત ૯મી સપ્ટેમ્બરે જિલ્લા ન્યાયાલય નર્મદા સહિતની તમામ અદાલતોમાં નેશલન લોક અદાલતમાં રજૂ થયેલા કેસોનો સુખદ નિકાલ થયો

સૈયદ સાજીદ, નર્મદા

ગત તારીખ ૯મી સપ્ટેમ્બર ૨૦૨૩, શનિવારના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશો મુજબ નર્મદા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકાઓની કોર્ટો દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું. જે સંદર્ભે જિલ્લા કાનૂની સેવા સત્તા, મંડળ, નર્મદાના ચેરમેન શ્રી અને મુખ્ય જિલ્લાના ન્યાયાધિશ  એન.આર.જોષીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી લોક અદાલતમાં MACP કેસો, ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ (એન.આઇ) એક્ટ કલમ-૧૩૮ના કેસો, લગ્ન તકરારો સંબંધી ફેમીલી કેસો, દીવાની દાવા જેવા કે, જમીનના દાવા તથા બેંકના દાવાના કેસો અને વિજળી તથા પાણીના કેસો તેમજ હજી સુધી અદાલતમાં દાખલ ન થયા હોય તેવા પ્રિ-લીટીગેશનના કેસો સહિતના સમાધાન માટે રાખવામાં આવેલ કેસો પૈકી કુલ-૨૬૫૦ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યું. 

આ લોક અદાલતના સફળતાપૂર્વક નિકાલ પૈકીના મોટર અકસ્માતને લગતા વળતરના કેસોમાં કુલ-૨૨ કેસોનો સુખદ નિકાલ કરી રૂા.૧,૭૬,૨૫,૦૦૦/-, એન.આઇ એક્ટ કલમ-૧૩૮ના કુલ-૭૯ કેસોનો સુખદ નિકાલ કરી રૂા. ૮૯,૩૫,૪૦૮/- તથા નાણાકીય વસૂલાતના કુલ-૨૮ કેસોનો સુખદ નિકાલ કરી રૂા.૧,૨૦,૨૩,૧૨૫/- ની રકમના કેસોનુ પતાવટ કરવામાં આવ્યું હતું. તદ્ઉપરાંત ફોજદારી સમાધાન લાયક કેસો, લગ્ન સબંધી તકરારના કેસો, દીવાની દાવા જેવા કે, જમીન તથા બેંક  વગેરેના કેસો તથા હજી સુધી અદાલતમાં દાખલ ના થયા હોય તેવા બેંક તથા ડી.જી.વી.સી.એલ.ના પ્રિ-લીટીગેશનના કેસો મળીને કુલ-૨૬૫૦ જેટલા કેસોમાં સુખદ સમાધાન થયુ હતું. 

આ લોક અદાલતમાં જિલ્લા ન્યાયાધિશ એન.આર.જોષીના માર્ગદર્શન હેઠળ ફુલ ટાઇમ સેક્રેટરી એ.વાય.વકાનીએ બેંકના અધિકારીઓ, વીમા કંપનીઓના અધિકારીઓ, તાલુકા લીગલ સર્વિસીઝ કમિટીના ચેરમેન સાથે વખતો વખત મિટીંગોનું આયોજન કરી આ લોક અદાલતને સફળ બનાવવા જરૂરી તમામ પ્રયત્નો કરી આ પરિણામ હાંસલ કરવામાં આવ્યું છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *