International Plastic Bag Free Day 2023
પ્લાસ્ટિક બેગના વિકલ્પ તરીકે શું વાપરી શકાય ? ચાલો જાણીએ…
તા.૦૩
વિશ્વભરમાં ત્રીજી જુલાઈ ‘આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે વિશ્વભરમાં પ્લાસ્ટિક બેગોના વપરાશથી પર્યાવરણને થતા નુકસાન સામે લોકોને માહિતગાર કરીને પ્લાસ્ટિક બેગોનો વપરાશ અટકે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે. તો આ તબક્કે સ્વાભાવિક રીતે એવો સવાલ થાય કે, રોજિંદા જીવનના ભાગ સમાન બનેલી પ્લાસ્ટિક બેગ ન વાપરવી હોય તો તેના સ્થાને બીજું શું વાપરી શકાય ? તો ચાલો આજે જાણીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ (પોલી ઇથીલીન અથવા પોલીથીન બેગ્સ)ના એવા વિકલ્પો વિશે જે પર્યાવરણ માટે પણ ફાયદારૂપ છે અને પ્લાસ્ટિક બેગ જેટલા જ ઉપયોગી છે.
(૧) રી-યુઝેબલ કોટન બેગ્સ
બાયોડિગ્રેડેબલ
રી-યુઝેબલ (પુનઃ વપરાશ કરિ શકાય તેવી)
નેચરલ અને રીન્યુએબલ સોર્સમાંથી બનાવી શકાય
પર્યાવરણ માટે લાભદાયી
ગ્રોસરી, શાકભાજી સહિત ઘરગથ્થુ વપરાશ માટે ઉપયોગી સ્લીવ સાથેની કોટન બેગ્સ બોટલ, બરણી વગેરેના સંગ્રહ માટે પણ ઉપયોગી
- (૨) પેપર બેગ
- સંપૂર્ણપણે
- બાયોડિગ્રેડેબલ વિકલ્પ
- રિયુઝેબલ અને રિસાયકલેબલ
- કમપોસ્ટ તરીકે વાપરી શકાય
- સૌથી સસ્તો વિકલ્પ
- ઇકો ફ્રેન્ડલી
- સ્ટોરેજ માટે સરળ
- અલગ અલગ
- રંગો અને ડીઝાઈનમાં સરળતાથી બનાવી શકાય
- ગ્રોસરી બેગ, લંચ બેગ, મર્ચંડાઈઝ બેગ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ
- (૩) શણ/જ્યુટ/હેમ્પ બેગ્સ
- સંપૂર્ણપણે
- બાયોડિગ્રેડેબલ
- નેગેટિવ કાર્બન એમિશન
- કિંમતમાં સસ્તા
- સરળતાથી પ્રાપ્ય
- ટકાઉ
- સરળતાથી ડીઝાઈન આપી શકાય
- દરેક ક્ષેત્ર માટે અનુકૂળ અને યોગ્ય