એક તરફ શ્રાવણ મહિનાને કારણે ફળોની માગણી વધી છે, પરંતુ ડેન્ગ્યૂના કેસ વધી રહ્યા છે. તેથી ડ્રેગન ફળ વધુ મોંઘું બન્યું છે. શ્રાવણ મહિનામાં ઘણા લોકો ઉપવાસ કરતા હોવાથી ફળોની વધુ પ્રમાણમાં ખરીદી કરવામાં આવે છે. ઉપવાસમાં અન્ય ખાદ્ય પદાર્થોની સાથે ફળોનો સમાવેશ પણ થાય છે. તેવી જ રીતે ડાયટિશ્યનો ફળ ખાવાની ભલામણ કરે છે. દિવસમાં ઓછામાં ઓછું એક ફળ ખાવું શરીર માટે ઉત્તમ છે. ડાયટિશ્યનો માત્ર મોસમી ફળ ખાવાની ભલામણ કરે છે
ડેન્ગ્યુના દર્દીને ડ્રેગન ફ્રૂટ ખાવાની સલાહ પણ આપવામાં આવે છે. પરિણામે ડ્રેગન ફ્રૂટ ડેન્ગ્યુ માટેનો ઉપાય બની ગયું છે. ડ્રેગન ફ્રૂટની માગણી વધી રહી છે. જ્યારે કેળા સસ્તા થયા છે. માર્કેટમાં અઢીસો રૃપિયા પ્રતિ કિલોના ભાવે ડ્રેગન ફ્રૂટ મળે છે. ડેન્ગ્યુને લીધે લાલ રક્તકણોની સંખ્યામાં ઘટાડો થાય છે. એક ઉપાય તરીકે આ ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે. ડ્રેગન ફ્રૂટ લાલ રક્ત કણોની સંખ્યામાં ઝડપથી વધારો કરે છે. ડેન્ગ્યુના કેસમાં ડ્રેગન ફ્રૂટનું લોકો સેવન કરે છે તે સિવાય કીવી અને પપૈયાનું સેવન પણ કરે છે.