Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ગુજરાતમાં ૭ દિવસ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે છુટોછવાયો વરસાદ રહી શકે છે.

અમદાવાદ,૧૫
ગુજરાત રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થવા જઇ રહ્યો છે. આગામી સાત દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે આપી છે. ૧૫, ૧૬ અને ૧૭ તારીખે ભારે વરસાદની આગાહી આ સાથે ૧૮, ૧૯ અને ૨૦ જુલાઈએ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતમાં આ સાત દિવસ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૧૮ જુલાઈથી મેઘરાજાનો વધુ એક રાઉન્ડ શરુ થશે. ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો જામનગર, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે માહિતી આપી છે કે, સાયક્લોનિક સર્ક્‌યુલેશન સક્રિય હોવાથી ભારે વરસાદની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાંથી ૨ વરસાદી સિસ્ટમને કારણે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે છુટોછવાયો વરસાદ રહી શકે છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો ૫૦ ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છમાં સૌથી વધુ ૧૧૨ ટકા વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રમાં ૬૮.૪૫ ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં ૫૦.૭૪ ટકા વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં ૪૧.૪૪ ટકા વરસાદ વરસ્યો છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *