Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા : ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ગૃહિણીઓની સાથે સાથે રેસ્ટોરન્ટના ધંધાર્થીનું પણ બજેટ ખોરવાયું

અમદાવાદ,તા.૧૨
દેશના મોટા ભાગના રાજ્યોમાં છેલ્લા ૧૦ દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે જેના કારણે હવે જનજીવન પર અસર થવા લાગી છે. વરસાદની અસર હવે સામાન્ય માણસના ખિસ્સા પર જાેવા મળી રહી છે. કારણ કે, વરસાદના કારણે ફળ અને શાકભાજીના ભાવ સાતમા આસમાને પહોંચ્યા છે.

વરસાદના કારણે ટમેટાના ભાવ પહેલાથી જ વધી ચુક્યા છે તેવામાં હવે અન્ય શાકભાજી અને ફળના ભાવ પણ ત્રણ આંકડામાં બોલાઈ રહ્યા છે. લાલચોળ ટામેટાના ભાવ આસમાને પહોંચી જતાં ગૃહિણી અને રેસ્ટોરન્ટના ધંધાર્થીઓનું પણ બજેટ ખોરવાઈ ગયું છે. લાલચોળ ટામેટાનો ભાવ હાલ પ્રતિ કિલોએ ૧૬૦ રૂપિયાને પાર પહોંચ્યો છે. એટલે કે, એક ટામેટું તમને ૧૮થી ૨૦ રૂપિયાએ મળશે. ટામેટાના ભાવ વધતાં ગૃહિણીઓએ અને ધંધાર્થીઓએ વપરાશ ઓછો કર્યો છે. એક ટામેટાના ચાર ભાગ કરીને શાકરમાં વાપરવાનું શરૂ કરાયું છે. તો પીઝા અને બર્ગરમાંથી લાલચોળ ટામેટા ગાયબ થઈ ગયા છે. જેથી જંકફૂડના શોખીનોને હાલ ટામેટાનો સ્વાદ ચાખવા નહીં મળે.

ચા ના શોખીનોએ ચા ની ચુસ્કી માણવા માટે વધુ પૈસા ચુકવવા પડશે. કેમ કે, ચાનો ટેસ્ટ વધારતા આદુનો ભાવ પ્રતિકિલોએ ૩૦૦ રૂપિયાએ પહોંચ્યો છે. તો અમુક જગ્યાએ ચા માંથી આદુ જ ગાયબ થઈ ગયું છે. ટામેટાની જેમ આદુનો ભાવ પણ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે…ઘરે આવતા મહેમાનોને ગૃહિણીઓ ચા ના બદલે કોલ્ડ્રીંગ્સથી આવકાર આપે છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *