હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ૩ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ,તા.૦૩
હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત અને ભરુચમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં જુલાઈ ૬-૭ પછી ફરી વરસાદ વરસી શકે તેવી સંભાવના છે. ૭ જુલાઈના રોજ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ૭ જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
હાલમાં પશ્ચિમ બંગાળમાં સર્ક્યુલેશન બનતા વરસાદ રહે તેવી સંભાવના છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ તાપમાનમાં કોઈ વધારો નહી થાય તો આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરત તેમજ તાપીમાં દિવસ દરમિયાન ૩૦ ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ વલસાડમાં ૨૯ ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ જેવા જિલ્લાઓમાં ૩૩ ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.