Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગાંધીનગર : મૃત સરકારી અધિકારીની મહેસૂલ વિભાગે બદલી કરી નાંખી

સરકારી તંત્રની લાલિયાવાડીનો સૌથી મોટો પુરાવો : ગાંધીનગરમાં કે. સી. ચરપોટ નામના મૃત અધિકારીની મહેસૂલ વિભાગે બદલી કરી નાંખી

ગાંધીનગર,
સરકારી તંત્રની લાલિયાવાડી ચાલતી રહે છે. સરકારના વિવિધ વિભાગો ગંભીરમાં ગંભીર છબરડા કરતા રહે છે. આવામાં સરકારી તંત્રની લાલિયાવાડીનો સૌથી મોટો પુરાવો સામે આવ્યો છે. મહેસૂલ વિભાગે સૌથી મોટો ભાંગરો વાટ્યો. સરકારી તંત્રમાં મૃત્યુ બાદ પણ બદલીના આદેશ થઈ શકે છે તેવુ પહેલીવાર જાેવા મળ્યું..! ગાંધીનગરમાં કે. સી. ચરપોટ નામના મૃત અધિકારીની મહેસૂલ વિભાગે બદલી કરી નાંખી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલીના આદેશ છૂટ્યા હતા. મામલતદારોની બદલીના ઓર્ડરમાં સૌથી મોટો ગોટાળો થયો હતો. અવસાન થયેલ સરકારી અધિકારીની બદલી કરી નાંખી હતી. ભૂલ સમજાતા મહેસુલ વિભાગે બદલીનો ઓર્ડર રિવાઇઝ કર્યો હતો. બન્યું એમ હતું કે, કે. સી. ચરપોટ નામના અધિકારીનું અવસાન થઈ ગયેલું હોવા છતાં મહેસુલ વિભાગે તેમની બદલી કરી નાંખી હતી.

ઉલ્લેખનીય છે કે, ૧૪ જેટલા મામલતદારોની બદલી ઓર્ડર છૂટ્યા હતા. જેમાં મહેસૂલ વિભાગે મોટો ભાંગરો વાટ્યો હતો. ભૂલ સમજાતા તરત જ ફરીથી રિવાઇઝ ઓર્ડર કરવામાં આવ્યા હતા. ભૂલ સમજાતા મહેસૂલ વિભાગે બદલીનો ઓર્ડર બદલ્યો હતો. પરંતું સરકારી તંત્રમાં કંઈ પણ થઈ શકે છે આ તેનો સૌથી મોટો પુરાવો છે. સરકારી તંત્રમાં અધિકારીના મૃત્યુ બાદ પણ બદલીના આદેશ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગત રોજ ગાંધીનગર મામલતદાર વર્ગ ૨ કક્ષાના અધિકારીઓની બદલી છૂટ્યા હતા. જેમાં ૧૪ જેટલા મામલતદારની બદલી કરાઈ હતી. મહેસુલ વિભાગે બદલીના આદેશ કર્યા હતા.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *