Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારીએ વધુ એક મોટો નિર્ણય લીધો

શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલના વપરાશ પર પ્રતિબંધ

અમદાવાદ,તા.૦૪
અમદાવાદના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારીએ વધુ એક મોટો ર્નિણય લીધો છે. અમદાવાદમાં શિક્ષકોને શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલના વપરાશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શાળામાં પ્રવેશતા જ આચાર્ય પાસે ફોન જમા કરાવવો પડશે. ફક્ત રિશેષ દરમિયાન જ મોબાઈલનો ઉપયોગ કરી શકાશે.

અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ મોબાઈલ પર પ્રતિબંધ મુક્યો છે. શિક્ષકો મોબાઈલનો ઉપયોગ કરતા ઝડપાશે તો દંડનીય કાર્યવાહી થશે. આચાર્યને મોબાઈલ રજિસ્ટર જાળવવા પણ સૂચન કરવામાં આવ્યું છે. ગઈકાલે એટલે કે, ૩ ઓગસ્ટના રોજ બાળકોની સ્કૂલ બેગના વજનને લઇને અમદાવાદ શિક્ષણ વિભાગે મોટો ર્નિણય લીધો હતો. શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું વજન બાળકના વજનના ૧૦મા ભાગથી વધુ ન રાખવા આદેશ કર્યો છે. શિક્ષણ વિભાગના આ આદેશનો અમદાવાદના ૨ હજાર સ્કૂલના ૫ લાખ બાળકોને લાભ થશે. જાે કોઇ સ્કૂલ પરિપત્ર કે, નિયમનો ભંગ કરે તો સ્કૂલ વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *