Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

बुलाती है मगर जाने का नहीं…..!! બાયડના ઝાંઝરી ધોધમાં અમદાવાદના કોલેજીયન યુવકો ન્હાવા પડતાં 2ના મોત

કુબેરનગર વિસ્તારમાં રહેતા 6 કોલેજીયન્સ યુવકો ઝાંઝરી ધરામાં ન્હાવા પડતા બે યુવકોના મોત થતા ચકચાર

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ નજીક આવેલ ઝાંઝરીનો ધોધ ગુજરાતના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ઝાંઝરી ધરાને ભોગિયો ધરો પણ ઓળખાવામાં આવે છે. ધોધના નજીક આવેલા ધરામાં પાણીમાં ન્હાવા પડતા અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. ઝાંઝરી ધોધ નજીક ભયજનક સૂચક બોર્ડ લગાવ્યા હોવા છતાં પર્યટકો ગંભીરતા ન દાખવતા આખરે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે.

અમદાવાદ કુબેરનગર વિસ્તારમાં રહેતા અને કોલેજમાં અભ્યાસ કરતા 6 યુવકો વન ડે પીકનીક મનાવવા રવિવારે પહોંચ્યા હતા. ઝાંઝરીના ધરામાં ન્હાવા પડતા એક યુવક પાણીમાં ગરકાવ થતાં તેને બચાવવા જતા અન્ય એક યુવક પણ ધોધમાં ગરકાવ થઇ જતા ભારે ચકચાર મચી હતી. ઝાંઝરી ધોધમાં બે યુવકો ડૂબતા આંબલીયારા પોલીસ સહીત સ્થાનિક તરવૈયા ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકોની શોધખોળ હાથધરી હતી.

મૃતક કમનસીબ યુવકો
1)જીતુ. વી. બેગલ
2)અમન આર. તોમર

બાયડ નજીક આવેલા ઝાંઝરી ધોધમાં મોટા ભાગે ચોમાસાના સમયે ફરવા આવતા પર્યટકો તેનો ભોગ બનતા હોય છે ત્યારે તંત્ર દ્વારા આ બાબતે જરૂરી સૂચન બોર્ડ મુકવામાં આવે અને લોકોને જાગૃત કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *