Safeer News

Breaking News from Ahmedabad

દેશ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ ૯થી ૧૫ ઓગસ્ટ સુધી પોતાના ઘરોમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી

આજે ૩ ઓગસ્ટ : “ભારતીય અંગદાન દિવસ”

તિરંગા સાથે સેલ્ફી લો અને તેને હર ઘર તિરંગા વેબસાઇટ https://harghartiranga.com પર અપલોડ કરો

નવી દિલ્હી, તા. ૩ 
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને અપીલ કરી છે કે, ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ ૯ થી ૧૫ ઓગસ્ટ સુધી તેમના ઘરે તિરંગો ફરકાવવા અને પોતાની સેલ્ફી https://harghartiranga.com વેબસાઇટ પર અપલોડ કરો.

આજે X પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જીનું #હરઘરતિરંગા અભિયાન છેલ્લા બે વર્ષમાં એક રાષ્ટ્રીય ચળવળમાં વિકસ્યું છે, જેણે આખા દેશમાં દરેક ભારતીયમાં મૂળભૂત એકતા જાગૃત કરી છે. હું તમામ નાગરિકોને આ આંદોલનને વધુ મજબૂત કરવા અને તેમાં ફરી તે જ ઉત્સાહની સાથે તેમાં ભાગ લેવાની અપીલ કરું છું. પોતાના ઘરોમાં આપણું ગૌરવ, આપણો તિરંગો ફરકાવો, તિરંગાની સાથે સેલ્ફી લો અને તેને હર ઘર તિરંગા વેબસાઇટ https://harghartiranga.com પર અપલોડ કરો.”

 

(જી.એન.એસ)