(રીઝવાન આંબલીયા)
વિવેક શાહ પ્રોડક્શન હાઉસને દસ વર્ષ પૂર્ણ થતાં સક્સેસ પાર્ટીનું આયોજન કરાયું હતું..
09 માર્ચ 2024
અમદાવાદીઓ માટે ગુરૂવાર સાતમી માર્ચ, 2024નો દિવસ યાદગાર રહ્યો હતો. વિવેક શાહ પ્રોડક્શન હાઉસને 10 વર્ષ પુર્ણ થતાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા, ડિઝાઈનરથી માંડીને પ્રોડક્શન સાથે જોડાયેલ તમામ કસબીઓ અને ટેકનિકલ અને મિડીયા સેલિબ્રિટી વ્યક્તિઓ પણ હાજર રહી હતી.
આ પાર્ટીમાં ગેસ્ટ ઓફ એક્સલન્સ તરીકે વિમલ મોદી ઉપસ્થિત રહ્યા હતા. વિવેક શાહ પ્રોડક્શન હાઉસના વિવેક શાહે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, વિવેક શાહ પ્રોડક્શન હાઉસની સ્થાપનાને દસ વર્ષ પૂર્ણ થતાં, તેની ઉજવણી કરવા એક ખાસ પાર્ટીનું આયોજન અમદાવાદના જંગલ ભૂખ રેસ્ટોરન્ટ ખાતે સાતમી માર્ચ, ગુરૂવારે કરવામાં આવ્યું હતું. પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા અને ગુજરાતી નાટક જગત સાથે સંકળાયેલા કલાકારોની સાથે નાટક નિર્માણ સાથે સંકળાયેલા નાના મોટા કસબીઓ, ટેકનિકલ બાબતોના જાણકાર અને કોસ્ચ્યુમ ડિઝાઇનર વગેરે હાજર રહ્યાં હતા અને આ બધા મેહમાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ પાર્ટીમાં હાજર સોનારા મહાનુભાવોમાં કોસ્ચ્યુમ ડિઝાઈનર વૈશાલી દેસાઈ, સંગીત નાટ્ય અકાદમીના પૂર્વ ચેરમેન અને અગ્રણી લોક સાહિત્યકાર યોગેશ ગઢવી, સિનિયર કલાકાર દિપક અંતાણી, કલ્ચરલ સેલના અગ્રણી જનક ઠક્કર, વોરા ઈન્સ્ટિટ્યુટના પ્રો.પ્રવીણભાઈ વોરા, ગુજરાતી રંગભૂમિના કલાકાર ભાવિની જાની અને જાણીતા એક્ટ્રેસ કોમલ પંચાલ પણ ખાસ હાજર રહ્યા હતા.
વિવેક શાહ પ્રોડક્શન હાઉસ અલગ અલગ પ્રકારના અદભુત નાટક હંમેશા પ્રેક્ષકોને આપ્યા છે હંમેશા કંઈક નવું કરવાનો આગ્રહ હોય છે અને પ્રેક્ષકઓએ પણ હંમેશા એને દાદ આપીને વધાવ્યુ છે. જેમાં “ધુમ્મસ” ફિલ્મ પણ સામેલ છે. નાટકોમાં “રંગ બદલતો માણસ”, “લગ્ન કર્યા ને લોચા પડ્યા”, “વિદેશી વહુ તને શું કહું” જેના હાલમાં જ 50 એપિસોડ પુરા થયા છે. “કભી આવો હવેલી પે”, “અંદર અંદર પોરબંદર” અને હવે એક મેગા નાટક મલ્હાર ઠાકરને લઈને “બોલો હું કોણ છું” એ પણ એમના પ્રોડક્શનમાં છે.
(ફોટોગ્રાફી : જયેશ વોરા)